Home /News /madhya-gujarat /

ગોધરા: નૂતન વર્ષની સર્વ પ્રથમ સંકટચતુર્થીને લઇને મોટી સંખ્યામાં ગણેશભક્તો દર્શનાર્થે ઉમટ્યા

ગોધરા: નૂતન વર્ષની સર્વ પ્રથમ સંકટચતુર્થીને લઇને મોટી સંખ્યામાં ગણેશભક્તો દર્શનાર્થે ઉમટ્યા

સંકટ

સંકટ ચોથ ,ગણેશ કોટ, પોપટપુરા, ગોધરા

Godhara News: સવારથી જ ગણેશજીના મંદિર ખાતે લોકો પગપાળા તેમજ વાહનો મારફતે પહોંચ્યા...

    ૧. ગોધરા શહેરના પોપટપુરા ગણેશ મંદિરે આજે નૂતન વર્ષની સર્વ પ્રથમ સંકટચતુર્થીને લઇને મોટી સંખ્યામાં ગણેશભક્તો દર્શનાર્થે ઉમટ્યા.આજરોજ કારતક વદ ચોથ એટલે કે સંકષ્ટ ચતુર્થીને લઇને આજે ગોધરા નજીક આવેલા પોપટપુરા ગણેશ કોટ મંદિર ખાતે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા , નૂતન વર્ષની સર્વ પ્રથમ મંગળા ચોથને લઇને લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ગણેશજીના દર્શન કર્યા , સંકટ ચતુર્થીના દિવસે ગોધરા ઉપરાંત વેજલપુર અને કાલોલના ગણેશભક્તો પણ દર્શનાર્થે ઉમટે છે, સવારથી જ ગણેશજીના મંદિર ખાતે લોકો પગપાળા તેમજ વાહનો મારફતે પહોંચી રહ્યા હતા, બીજી તરફ મંદિર સંચાલકો દ્વારા ગણેશભક્તો માટે યોગ્ય કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તેમ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

    ૨. ગોધરા શહેરના કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવેલ જિલ્લા માહિતી કચેરીના ગોડાઉનમાંથી સાપનું બચ્ચું નીકળતા ફફડાટ.
    ગતરોજ ગોધરા શહેરના કલેકટર કચેરીના પ્રાંગણમાં આવેલ જિલ્લા માહિતી કચેરીના ગોડાઉનમાંથી સાપનું બચ્ચું નીકળતા ફફડાટ વ્યાપી ગયો હતો, જેની જાણ ગોધરા શહેરના સાપોના રેસ્ક્યું કરનાર માઈકલ ભાઈને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક આવી પહોંચ્યા હતા, બાદમાં શિફતપુર્વક સાપના બચ્ચાનું સહીસલામત રેસ્કયુ કરવામાં આવ્યું હતુ અને તેને અછાલાના જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું.
    Published by:devendra sharma
    First published:

    Tags: Ganesh Chaturthi, Godhara News, Local News, Sankat Chaturthi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन