Home /News /madhya-gujarat /Panchmahal: જાણો મકરસંક્રાંતિનાં આગલા દિવસે પંજાબી પરીવાર લોહડી શા માટે ઊજવે છે

Panchmahal: જાણો મકરસંક્રાંતિનાં આગલા દિવસે પંજાબી પરીવાર લોહડી શા માટે ઊજવે છે

લોહી

લોહી ૨૦૨૨, ગોધરા, પંચમહાલ

આ ઉત્સવ પાછળનો ઈતિહાસ પણ છે જે તેમણે જણાવ્યો કે મોગલ શાસક ના ચંગુલમાંથી એક બ્રાહ્મણ કન્યાને દુલ્લા ભાટી નામના યુવકે બચાવી હતી 

    શિવમ પુરોહિત, પંચમહાલ: મકરસંક્રાંતિની આગલી રાત્રે પંજાબી સમાજમાં લોહડી ઉજવવાની પ્રથા ચાલી આવી છે. લોહડીમાં ઉતરાયણના એક દિવસ પહેલા રાત્રિના સમયે ગાયના છાણા તેમજ લાકડાની હોળી કરવામાં આવે છે જેમાં રેવડી સાકર પધરાવી તેની આસપાસ ફેરા ફરવામાં આવે છે.

    ગોધરાના પિંકી વિજયભાઈ ઠાકર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લોહડી નો ઇતિહાસ મોગલ સમયથી ચાલતો આવ્યો છે સામાન્ય રીતે આ તહેવાર પંજાબમાં ઉજવવામાં આવે છે જેમાં સાંજના સમયે લાકડા તેમજ છાણાનો ઉપયોગ કરી ઘેરો બનાવવામાં આવે છે તેમાં મગફળી, રેવડી, તલ અને મકાઈના દાણા નાખી તેની આસપાસ ફેરા લેવામાં આવે છે.

    તેમજ તેમણે ઉમેર્યુ કે જેનું હાલ જ લગ્ન થયું હોય તેવા નવદંપતી તથા જેમના ઘરે નવું નવું પારણું બંધાયું હોય તેમના ઘરે લૉહડી ઉજવવામાં આવે છે.
    આ ઉત્સવ પાછળનો ઈતિહાસ પણ છે જે તેમણે જણાવ્યો કે મોગલ શાસક ના ચંગુલમાંથી એક બ્રાહ્મણ કન્યાને દુલ્લા ભાટી નામના યુવકે બચાવી હતી તે કન્યાનું નામ સુંદર મુદરીયા હતું. ત્યારબાદ તે સમયની રૂઢિચુસ્તતા ને કારણે ત્વરીત તે બ્રાહ્મણ કન્યા ના વિવાહ કરાવવામાં આવ્યા, તેના વિવાહ કરાવવામાં આવ્યા તે સમયે દુલ્લા ભાટી પાસે કાંઈ હતું નહીં તેથી તેણે આગમાં મગફળી, તલ અને રેવડી જે તેની પાસે હતું તે હોમી ને બ્રાહ્મણ કન્યા નો વિવાહ સંપન્ન કરાવ્યો.

    આ પણ વાંચો: દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, બેના મોત

    દુલા ભાટી બ્રાહ્મણ ન હતો તેથી તેને લગ્નના શ્લોક વિધિ ન આવડતી હોવાથી તેણે લગ્ન કરાવતી વખતે એક ગીત ગાયું હતું હાલના સમયે લોહડી ઉત્સવ મનાવતી વખતે તે ગાવામાં આવે છે ,"દુલ્લા ભટ્ટી વાલા, દૂલ્લે દી ત્હીં વ્યાઈ.. શેર શક્કર પાયી, કૂડી દા લાલ પતાકા..." આ પ્રચલિત કળી ગાઈને લોહડી નો ઉત્સવ મનાવવામાં આવે છે.

    આ પણ વાંચો: લગ્નમાં 150 લોકોની મર્યાદા થતા વર-કન્યા પક્ષે અપનાવી આ ટ્રિક : જાણવા જેવો છે આઈડિયા

    ત્યારબાદ મોગલ શાસક ને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તે અબદુલ્લા પર હુમલો કરાવી તેને મરાવી નખાવે છે. ત્યારથી દુલ્લા ભાટી ની યાદમાં લોહડી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन