Home /News /madhya-gujarat /ઘોઘંબા તાલુકાના બોર ગામના સરપંચ સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હડકંપ

ઘોઘંબા તાલુકાના બોર ગામના સરપંચ સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હડકંપ

X
નજરો

નજરો સમક્ષ પોતાની કાર બળીને ખાખ થઈ જાય તો કેવું થાય? તેનું જીવતું જાગતું ઉદાહરણ.

આજરોજ સવારના સમયે ગોધરા તાલુકામાં આવેલી પંચામૃત ડેરી ના દરવાજાની સામે જ hyundai કંપનીની eon કાર ભડ ભડ બડી ઉઠી. માલિકની નજરો સમક્ષ કાર બળીને ?

  1. ઘોઘંબા ખાતે હિન્દુ રક્ષા મંચ ની એક વિસ્તૃત બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ રક્ષા મંચના સાધકો અને અગ્રણી તથા મહાનુભાવો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આસિત ભટ્ટ, જિલ્લા અધ્યક્ષ જયપાલસિંહ રાઠોડ ,માજી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય ભુપેન્દ્ર સોલંકી ,એપીએમસીના ચેરમેન માધવસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

  હિંદુ સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ ની વિસ્તૃત વાત કરી હતી આ સાથે મહેમાનોનું સ્વાગત અને પરિચય પણ કરવામાં આવ્યો હતો. હિન્દુ રક્ષા મંચના પ્રણેતા માર્ગદર્શક પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ મેજર જનરલ જીડી બક્ષી,મેજર ગૌરવ આર્યા ,સુશિલ પંડીત અને આરએસએસ સિંગ છે. અખંડ ભારતના રક્ષણ માટે આ પાંચ પાંડવો હિંદુ ધર્મ રક્ષણ ની ધૂણી ધખાવી છે. ઇતિહાસને યાદ કરીએ તો મહાન આત્મા ચાણક્ય શાસ્ત્ર ના અને છત્રપતિ શિવાજી એટલે શસ્ત્રના. શસ્ત્ર અને શાસ્ત્ર લઈને હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન કરવાનું છે સમગ્ર હિન્દુ સમાજે જયશ્રીરામ નો નારો બુલંદ અવાજે ગજવ્યો છે.

  ઘોઘંબા ખાતે ત્રણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઘોઘંબા તાલુકાના હિન્દુ રક્ષા મંચના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર સિંહ સોલંકી, મહામંત્રી તરીકે હિરેન પરમાર તથા મંત્રી તરીકે પ્રદીપ સિંહ પરમાર ની નિમણૂક તથા આખો હોલ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો ટૂંક સમયમાં આખી સમિતિની જાહેરાત કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.


  2. છેલ્લા કેટલાક દિવસથી ઘોઘંબા તાલુકા ના બોર ગામ ના સરપંચ સામે કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે બોરગામ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે બોર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં સરપંચ ના સમર્થનમાં ઉમટી ને સરપંચ સામે કરવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું અને સરપંચ રાયસીંગભાઈ દ્વારા કોઈ ગેરવહીવટ કરાયો નહીં હોવાની રજૂઆત સાથે સરપંચને ચમકાવનારા તત્વો સામે દામાવાવ પોલીસ સ્ટેશનમાં અરજી રજૂઆત કરી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં બોર ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા અને સરપંચ ના તમામ કાર્યો પ્રજાની શોખ અને સુવિધા માટે જ હોવાનું જણાવ્યું હતું. જ્યારે સરપંચ દ્વારા ગ્રામજનો પાસે જ ફેંસલો લાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે જો મારા પંચાયતના લોકોને મારામાં વિશ્વાસ ન હોય તો રાજીનામું આપવા પણ તૈયાર છે તેમ જણાવતાં હાજર લોકોએ સરપંચ ની સાથે હોવાનું એક અવાજે જણાવ્યું હતું અને સરપંચ માં વિશ્વાસ જાહેર કર્યો હતો.

  3. પંચમહાલ જિલ્લાના પાવાગઢ બસ ડેપોમાં ગુલાબસિંહ રક્ષાબંધનના પર્વને લઇને આવતાં મુસાફરોને આવકારતા \" ઉપર આભ અને નીચે ધરતી એસ.ટી મારી સમ સમ સરકી...\"જેવા શબ્દો થી પાવાગઢ બસ ડેપોના કર્મચારી ગુલાબસિંહ દ્વારા મુસાફરોને આવકારતું ગીત ગવાયું હતું જે નો વિડીયો પંથકમાં ખૂબ જ વાયરલ થયો હતો.

  4. હાલ ગુજરાતના ટીમલી સ્ટાર પી.પી.બારીયા દ્વારા લખાયેલું ગીત બચપન કા પ્યાર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર \'બચપન કા પ્યાર\' ગીત ગાઈ અને પરેડ કરતા દ્રશ્યો વાયરલ થઇ રહ્યા છે.

  5. આજરોજ સવારના 11 30 કલાકની આસપાસ ગોધરા શહેર નજીક આવેલી પંચામૃત ડેરી પાસે એક કાર બળીને ખાખ થઈ ગઈ.કાર માલિક ની નજર સમક્ષ પોતાની કાર બળીને ખાક થઇ ગઈ.

  ઘટનાસ્થળે પહોંચી કાર માલિક સાથે વાતચીત કરતા કારના માલિક અમૃતભાઈ પટેલ રહેવાસી પાનમ પાલ્લા ગામ. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ગોધરાથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા એ દરમિયાનમાં તેમને એન્જિનમાંથી કંઈક અવાજ આવવા નો આભાસ થયો. જેને લઇને તેઓ નજીકના બતાવવા માટે પહોંચ્યા. ત્યારબાદ ગેરેજમાં મિકેનિક દ્વારા hyundai કંપનીની eon કાર નો ટેસ્ટિંગ કરવા માટે કહેવામાં આવ્યું. ટેસ્ટિંગ દરમિયાન ગેરેજમાં મિકેનિક તથા કારના માલિક કારમાં બેઠા અને કાર લઈને પંચામૃત ડેરી ના રસ્તા ઉપર લઈ ગયા. પંચામૃત ડેરી પાસે કારના બોનેટ માંથી ધુમાડા નીકળતા કાર ત્યાં જ ઊભી કરી દેવામાં આવી અને કાર ચાલક તથા કારના માલિક તે માંથી ઉતરી ગયા. અમૃતભાઈ પટેલ કાર માલિક ની નજરો સમક્ષ ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ ગઈ. તરત જ ફાયર બ્રિગેડ નો સંપર્ક સાધતાં ફાયર અગ્નિશામક ગાડી ત્યાં આવી પહોંચતા આગને કાબુમાં લેવાઇ. પરંતુ ત્યાં સુધી કાર પૂરેપૂરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ ઘટના દરમિયાન કોઈને જાનહાની થઈ નથી.

  આ પણ વાંચો:વડોદરા રાજમહેલના ગણપતિની મૂર્તિની છે અનેક વિશેષતાઓ, 8 દાયકાથી ચૌહાણ બંધુઓ બનાવે છે શ્રીજી

  6. ગતરોજ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે રક્ષાબંધનનો તહેવાર હોવાથી ગોધરામાં ઠેરઠેર ભાઈઓ બહેનો દ્વારા ઉમંગથી આ ઉત્સવ ઊજવવામાં આવ્યો.

  ગોધરા શહેરમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે દર વર્ષે જનોઈ બદલવાના કાર્યક્રમો થતા હોય છે. આ વર્ષે ગોધરાની બ્રાહ્મણ પંચની વાડીમાં ઔદિચ્ય ટોળક સહસ્ત્ર બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગોધરા શહેરના બ્રાહ્મણ સમાજના બ્રાહ્મણોને જનોઈ બદલી અને ઉત્સવ ઉજવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન social distancing તથા કોરોના ની ગાઈડલાઈન સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ કોરોના ના કારણે આ વર્ષે જનોઈ બદલ્યા બાદ પ્રસાદી કે જમણવાર નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ બ્રાહ્મણ સમાજના બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલી અને શ્રાવણી પૂર્ણિમા ઉત્સવ ઊજવવામાં આવ્યો.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Burning car, Panchmahal district, ગોધરા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन