Home /News /madhya-gujarat /

પંચમહાલ: યુવતીઓની એક ટીમ દ્વારા સામાજિક સમજણ ઊભી થાય તે હેતુથી શેરી નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી

પંચમહાલ: યુવતીઓની એક ટીમ દ્વારા સામાજિક સમજણ ઊભી થાય તે હેતુથી શેરી નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી

મહિલાઓનો

મહિલાઓનો હક, કાયદો અને બંધારણ..

સમાજમાં દીકરા અને દીકરી ની સમાનતા ને લઈને દીકરાઓને શિક્ષણ અને દિકરીઓને શિક્ષણ કેમ નહીં, પાનમ મહિલા સંગઠન દ્વારા શેરી નાટક કરી "ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ" ના નાટ્ય દ્વારા જાગૃતિ ઝુંબેશ હાથ ધરી 

    શિવમ પુરોહિત, પંચમહાલ: સમાજમાં વધતી જતી દીકરા દીકરીઓ ની અસમાનતા અને તેના કારણે કહેવાતી અમુક સામાજિક રૂઢીચુસ્તતા ના કારણે થતા યુવક યુવતીઓના અપમૃત્યુના કિસ્સાઓ ને લઈને શહેરાના ભેસાલ ગામે યુવતીઓની એક ટીમ દ્વારા સામાજિક સમજણ ઊભી થાય તે હેતુથી શેરી નાટક ની પ્રસ્તુતિ કરવામાં આવી.અપમૃત્યુ વિરોધી ઝુંબેશ પાનમ મહિલા સંગઠન દ્વારા શેરી નાટક કરી "ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ" ના નાટ્ય દ્વારા જાગૃતિ ઝુંબેશ હાથ ધરી જેમાં દીકરીઓને મળતા હક, અધિકાર, કાયદા અને બંધારણ વિશે જાગૃતિ સંદેશ આપી ખૂબ જ સુંદર પદ્ધતિથી નાટ્યાત્મક રીતે પાનમ મહિલા સંગઠન દ્વારા લોકો સમક્ષ શેરી નાટકરજૂ કરવામાં આવ્યું.

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તારીખ ૧ ડિસેમ્બરથી અપમૃત્યુ વિરોધી ઝુંબેશ શહેરા તાલુકાના ગામડાઓમાં શરૂ કરવામાં આવી છે જેમાં ભેસાલ ગામમાં પાનમ મહિલા સંગઠન દ્વારા શેરી નાટક માં અપમૃત્યુ વિરોધી ઝુંબેશ જાગૃતિ શેરી નાટક દ્વારા સમજ આપવામાં આવી કે જેમાં જાતીય હિંસા , શારીરિક હિંસા, સંવેદનાત્મક હિંસા, આર્થિક હિંસા જેવા અનેક સમાજને સવાલ કરતા મુદ્દાઓ વિશે ની સમજણ આપવાની નાટ્ય ના માધ્યમથી શરૂઆત કરી. જેમકે યુવાન દીકરી દીકરા ખરેખર આત્મહત્યા કરે છે કે સમાજમાં ઈજ્જત ના નામે તેમની હત્યા થાય છે એવા અનેક સવાલ છે, અપમૃત્યુના બનાવો માં ચુપ ના રહો પોલીસને જાણ કરો, અપમૃત્યુના બનાવો બનતા હોય છે.

    પોલીસ દ્વારા અકસ્માતે મોતની જાણવાજોગ અરજી જ નહીં પરંતુ એફ.આઈ.આર કરી ગુન્હા નો ભેદ ઉકેલવો જોઈએ, ચાલો બધા ભેગા મળીને સુરક્ષિત સમાજ બનાવીએ અને જીવન બચાવીએ તેવી ગ્રામ જનોને સમજણ આપવામાં આવી. સમાજમાં દીકરા અને દીકરી ની સમાનતા ને લઈને દીકરાઓને શિક્ષણ અને દિકરીઓને શિક્ષણ કેમ નહીં, દીકરી મનપસંદ કપડાં પહેરે તોપણ ઈજ્જત જાય, મોબાઈલ વાપરે તો પણ ઇજ્જત જાય તેમજ મિત્ર સાથે વાતચીત કરે તો પણ ઇજ્જત જાય અને આગળ દીકરીઓને ભણતર કેમ નહીં આ મુદ્દાઓ પણ આ નાટકમાં ખૂબ જ સુંદર રીતે આવરી લીધેલા છે.

    આ પણ વાંચો: દીકરીના લગ્ન પૂર્વે દિલીપ જોશીએ જોરદાર ગરબા કર્યા, જેઠાલાલે કર્યો Dance - જુઓ VIDEO

    તેમજ હવે યુવા પેઢી બચાવીએના વિચાર સાથે નાટ્ય રૂપી પ્રદર્શન કરીને લોકમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહયો છે, યુવા પેઢી માં અનેક બનાવો આત્મહત્યાના બનતા હોય છે જેમકે નદીમાં કૂદી પડવું તેમજ ઝાડ પર ગાળો ફાાંસો ખાઈને આપઘાત કરવા જેવા અનેક બનાવો બનતા હોય છે અને ભાઈઓ અને બહેનો આવો આપણે એવો સમાજ બનાવીએ જેથી આ યુવાનોના અપમૃત્યુ ન થાય અને તેમના જીવનનું રક્ષણ થાય, સમાન હક્કો સમાન તકો બંધારણ આપણા હકો છે, દીકરા દીકરીને એક સમાન ગણવા જોઈએ જેવા જાગૃતિના સંદેશ પાનમ મહિલા સંગઠન દ્વારા નાટ્યાત્મક રીતે રજૂ કરીને જનજાગૃતિ નો સંદેશ આપવામાં આવ્યો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchamahal, પંચમહાલ

    આગામી સમાચાર