પંચમહાલમાં પિતાએ જ બે બાળકોની કરી હત્યા, મૃતદેહોને કૂવામાં નાખી દીધા

News18 Gujarati
Updated: July 31, 2018, 7:38 AM IST
પંચમહાલમાં પિતાએ જ બે બાળકોની કરી હત્યા, મૃતદેહોને કૂવામાં નાખી દીધા

  • Share this:
રિપોર્ટ-હર્ષદ મહેરા, પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં આવેલ મોરવાહડફના ચોપડા બુઝર્ગ ગામમાં એક કાળજું કંપાની નાંખે તેવી ઘટના બની છે. ચોપડા બુઝૂર્ગ ગામમાં રહેતા ભીખો ઉર્ફે ભૌમિક સોમાભાઈ પગીએ પોતાના જ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી જાણકારી અનુસાર પિતાએ બંને બાળકોને મોતને ઘાટ ઉતારીને પોતાના જ ખેતરામાં આવેલા પાણી ભરેલા એક કૂવામાં નાંખી દીધા હતા. મળેલી જાણકારી અનુસાર હત્યા કરીને ભૌમિક ફરાર થઈ ગયો હતો. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ભૌમિકે બાળકોની હત્યાને અકસ્માતમાં ખપાવવા અથવા લાશોને ઠેકાણે પાડવા માટે પાણી ભરેલા કૂવામાં નાંખી દીધી હતી.

હત્યારા પિતાએ પોતાના બે બાળકોની હત્યા કરી છે, જેમાં હર્ષિલ નામનો બાળક ચાર વર્ષનો હતો જ્યારે ધવલ પાંચ વર્ષનો હતો. હત્યા ક્યાં કારણે કરવામાં આવી છે, જેનું રહસ્ય હજું સુધી અકબંધ છે. મળતી જાણકારી અનુસાર હત્યારા પિતાની પોલીસ દ્નારા ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, પોલીસે હજું સુધી તે જણાવ્યું નથી કે, તેની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર હત્યારા પિતા પર અગાઉ બળાત્કારનો પણ કેસ થયેલો છે. આમ તે પહેલાથી જ ક્રિમિનલ વૃતિ હોવાનું બહાર આવ્યું છે. આ કેસ વિશે પણ લોકમોઢે અલગ-અલગ વાતો વહી રહી છે, જો કે, પોલીસે આ હત્યા પાછળનો કોઈ સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી. ભૌમિકે બાળકોની લાશોને કુવામાં કેમ નાંખી દીધા તે અંગે પણ કોઈ ખુલાસો થયો નથી.

ઉલ્લેખનિય છે કે, અઠવાડિયા અગાઉ જ બારડોલીમાં પણ નીલ પટેલ નામના બાળકની તેના પિતા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. તે બાળકનું મૃતદેહ નવસારીની મીંઢોળા નદીના પટમાંથી આવ્યો હતો. હત્યારા નિશિત પટેલા માસૂમ બાળકો નિલને નદીમાં ફેકી દીધો હતો. મીઢોંળ નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિલનો મૃતદેહ કોહવાયેલી હાલમાં મળી આવ્યો હતો. આ કેસમાં પોતાનું સંતાન ન હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હોવાનું નરાધમ બાપે કબુલ્યુ હતુ.

  
First published: July 30, 2018, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading