ખેડૂતોએ વાવણીની કરી શરૂઆત, સારો વરસાદ પડવાની છે આશા

News18 Gujarati
Updated: June 8, 2018, 8:40 PM IST
ખેડૂતોએ વાવણીની કરી શરૂઆત, સારો વરસાદ પડવાની છે આશા

  • Share this:
વરસાદના વધામણાં થવાની હજુ વાર છે ત્યાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. પંચમહાલ જિલ્લો ડુંગરાળ હોવાના કારણે સિંચાઈ સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે. એવામાં વરસાદ જ ખેડૂતો માટે એક આશરો રહે છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે આ વખતે સારો વરસાદ વરસશે અને તેમની મહેનતને ચાર ચાંદ લગાવી દેશે.

ઉનાળા ના વિદાય લેવા ની ઘડીઓ ગણાઈ રહી છે અને ચોમાસુ બેસવા નો સમય થઈ ગયો છે ત્યારે દર વર્ષની માફક મેઘરાજાના આગમનની જેમ ચાતક પક્ષી રાહ જુએ એમ જ જગતનો તાત વરસાદ ફોરાઓ ની રાહ જોતો હોય છે આકાશી વાદળ ઘેરાય અને કાળા ડિબાંગ વાદળો બરાબર માથા પર આવી હેત વરસાવતા હોય એમ મેઘરાજા જ્યારે મન મૂકી વરસે અને એમાંય પહેલો વરસાદ એ સૌ કોઈ પણ માટે ખુશીઓ થી તરબોળ કરી નાખનાર હોય છે.

જોકે હજુ વરસાદના આગમનને થોડા દિવસની વાર છે પણ મેઘરાજાનું અને ધરતી માતાની મિલન થનાર છે ત્યારે જગત નો તાત કહેવતો ખેડૂત ધરતી માતાને મેઘરાજાને વધાવવા માટે એક નવી દુલહનની જેમ જાણે શણગારી રહ્યો છે.

ખાસ કરી પંચમહાલના ખેતરોની વાત કરીએ તો મોટે ભાગે ચોમાસુ ખેતી પર જ નભી રહેનાર કહેવાય કેમ કે ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં સિંચાઈ ની સગવડ ખુબજ ઓછી છે ત્યારે ચોમાસાની પંચમહાલ જિલ્લાના ખેડૂતોને મહત્વતા જોય એ સ્વાભાવિક છે.

હાલ ફરી એક વાર ચોમાસા ના દિવસો આવનાર છે ત્યારે ખેડૂત પોતાના ખેતરો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે ને પ્રથમ તો ખેતરોની સાફ સફાઈ કરી તમામ કચરો ખેતર માજ બાળી મૂકી તેને ખાતરમાં રૂપાંતરિત કરે છે ત્યારે બાદ પોતાના ખેતરમાં એક વાર ખેડ મારવી જમીન પોચી બનાવી દે છે જેથી આવનાર વરસાદનું પાણી સીધેસીધું ખેતરની જમીન માજ ઉતરી જાય હાલ ચોમાસાની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે પંચમહાલના ખેડૂતો ખેતરને તૈયાર કરી વરસાદના આગમનની રાહ જોતા નજરે પડે છે.

સ્ટોરી - હર્ષદ મહેરા
First published: June 8, 2018, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading