પંચમહાલઃ ઘોઘબાના શેરપુરાનો આર્મીમેન બે માસથી ગુમ થતા પરિવાર ચિંતિત

News18 Gujarati
Updated: August 23, 2019, 9:47 PM IST
પંચમહાલઃ ઘોઘબાના શેરપુરાનો આર્મીમેન બે માસથી ગુમ થતા પરિવાર ચિંતિત
આર્મી મેનના માતા પિતાની તસવીર

18જૂનના રોજ જયેશ નોકરીમાંથી રજા લીધા વગર નીકળ્યો હોવાની જાણ મેજર દ્વારા તેના પિતાને ફોન વડે કરવામાં આવી હતી.

  • Share this:
રાજેશ જોષી, પંચમહાલઃ ઘોઘબા તાલુકાના શેરપુરા ગામનો યુવક પંજાબના અમૃતસર ખાતે આર્મી કેમ્પમાં ડ્યુટી ઉપરથી નીકળ્યા બાદ બે માસ થવા છતાં ઘરે નહીં આવતા પરિવાર ચિંતિત બન્યો છે. પોતાના દીકરાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા સ્વજનો અહીં તહીં શોધખોળ માટે ભટકી રહ્યા છે. સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે. જોકે પોલીસ દ્વારા યુવકના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતાં છેલ્લું લોકેશન ગુજરાતમાં હાલોલ નજીકનું મળ્યું હતું. જે આધારે સ્વજનોએ તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નથી. જયેશ પોતાની અંગત લાઈફના મુદ્દે ગુમ થયો કે અન્ય કોઈ બાબત હશે પણ પરિવાર બસ જયેશ હેમખેમ હોવાના શબ્દો પોતાના પુત્રને મુખે સાંભળવા આતુર છે.

મળતી માહિતી પ્રમાણે ઘોઘબા તાલુકાના શેરપુરા ખાતે રહેતાં ભીમસિંહ પરમારનો પુત્ર જયેશ પરમાર દેશની સેવા માટે આર્મીમાં જોડાયો હતો. વિવિધ તાલીમ બાદ જયેશ પંજાબના અમૃતસર ખાતે 116 એન્જિનયરીગ રેજીમેન્ટમાં સિપાઈ તરીકે ડ્યૂટી માટે ગયો હતો. ગત 25 મેના રોજ જયેશ નોકરી ઉપર ગયો હતો. જેનાબાદ જયેશ ફરજ ઉપર હતો.

દરમિયાન 16 જૂનના સુધી ફરજ બજાવી હતી. જેનાબાદ 18જૂનના રોજ જયેશ નોકરી માંથી રજા લીધા વગર નીકળ્યો હોવાની જાણ મેજર દ્વારા તેના પિતાને ફોન વડે કરવામાં આવી હતી. જેથી જયેશના પિતા ચિંતિત બન્યા હતા અને જયેશનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો. એ વેળાએ જ્યેશે પોતે યુનિટમાં ફરજ ઉપર હોવાનું જણાવ્યું હતું. જેથી તેના પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

ત્યારબાદ તેના પિતાએ ફરી સંપર્ક કરતાં મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. જેને લઈ સ્વજનોમાં ગભરાટ ફેલાયો હતો. બીજી તરફ આર્મી વિભાગમાંથી જયેશ રજા લીધા વિના ફરજ ઉપરથી નીકળી ગયા હોવાના પત્રો ઘરે આવ્યા હતા.જેથી જયેશના પિતાની ચિંતા ઘેરી બની હતી.

ભીમસિંહ ભાઈએ પોતાના પુત્રની સગા સબંધમાં શોધખોળ આદરી હતી અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.જેથી વેજલપુર પોલીસે જયેશના મોબાઇલની ડિટેઇલ્સ કાઢી હતી. જેમાં જયેશના સાથે સંપર્ક થયેલા નંબર વાળા વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. અને લોકેશન ટ્રેસ કરતાં હાલોલના ઢીકવા નજીકનું લોકેશન આવ્યું હતું. જેનાબાદ હાલ ફોન સ્વીચ ઓફ જ આવી રહ્યો છે. જેથી જયેશ હાલ ક્યાં છે જેનો 2માસથી કોઈ જ પત્તો નથી. જેથી માતા પિતા શૉધ ખોળ સાથે ચિંતા માં દિવસો પસાર કરી રહ્યા છે.
First published: August 23, 2019, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading