યુવાને આપઘાતનું રચ્યું નાટક, સોશિયલ મીડિયા મારફતે આપી હતી ધમકી

Parthesh Nair | Pradesh18
Updated: February 7, 2016, 11:25 AM IST
યુવાને આપઘાતનું રચ્યું નાટક, સોશિયલ મીડિયા મારફતે આપી હતી ધમકી
પંચમહાલ# પંચમહાલના કાલોલની નર્મદા મુખ્ય કેનાલમાં અશોક પરમાર નામના યુવાનના ઝંપલાવવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસને યુવક જીવિત મળી આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે આપઘાતની ધમકી આપી બાઈક કેનાલ પર મૂકી આપઘાત કરવાનું નાટક કર્યું હોવાનો ખુલાસો થયો છે.

  • Pradesh18
  • Last Updated: February 7, 2016, 11:25 AM IST
  • Share this:
પંચમહાલ# પંચમહાલના કાલોલની નર્મદા મુખ્ય કેનાલમાં અશોક પરમાર નામના યુવાનના ઝંપલાવવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસને યુવક જીવિત મળી આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે આપઘાતની ધમકી આપી બાઈક કેનાલ પર મૂકી આપઘાત કરવાનું નાટક કર્યું હોવાનો ખુલાસો થયો છે.

ઘટનામાં બપોરથી સાંજ સુધી પોલીસ અને પરિવાર જનોની દોડધામ બાદ આ યુવાન અશોકના કોઈ મિત્ર પર અશોકનો જ ફોન આવ્યો હતો. જેને લઇ તે જીવિત હોવાની જાણ થતા પોલીસ અને પરિવારજનો દ્વારા તરત જ અશોક ક્યાં છે એ બાબતે પૂછપરછ કરતા અશોક દ્વારા અલગ અલગ જગ્યાના સરનામાં આપવામાં આવતા એ વાત સ્પષ્ટ થઇ હતી કે, અશોક દ્વારા જ આપઘાતનું નાટક રચાયું હતું અને લાંબા સમયની મહેનત બાદ અશોક નજીકના એક ગામમાં છુપાયો હોવાની જાણ થતા તેને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારે તેને પૂછતાં તેણે આવેશમાં આવી આપઘાતનું નાટક કર્યું હોવાનું કબુલ્યું હતુ અને તેણે તેની બાઈક કેનાલના કિનારા પર મૂકી છુપાઈ ગયો હતો એમ જણાવ્યું હતું.

જોકે, પોલીસ દ્વારા અશોકને કાલોલ પોલીસ મથકે લઇ જઈ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુવાન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામનો છે. તેણે ગઈ કાલે સોશિયલ મીડિયા મારફતે આપઘાત કરવાનો હોવાની ધમકી આપી હતી.
First published: February 7, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading