રાજેશ જોષી, પંચમહાલ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ (Rajkot crime branch police) તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપી અમદાવાદ શહેરના (Ahmedabad city) નરોડા ખાતેથી ચોરી કરેલી કાર (theft car) સાથે કાલોલ પોલીસે (kalol police) સુરેન્દ્રનગર જીલ્લાના એક ભેજાબાઝની ધરપકડ કરી છે.
કાલોલ પોલીસ પીએસઆઈ એમ.એલ.ડામોર અને ટીમ કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમિયાન નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ઉ.વ .૨૪ રહે, ખીજડીયા ગામ તા.કાલાવાડ જી.જામનગર, હાલ રહે, નવીમોરવાડ માતરાણીયા ફળીયુ તા.સુડા જી.સુરેન્દ્રનગર શંકાસ્પદ હાલતમાં સીયાઝ કાર નં- GJ-01-HW-6510ના રજીસ્ટ્રેશન કાગળો તથા ડ્રાયવીંગ લાયસન્સ તથા કોઇપણ જાતના આધાર પુરાવાઓ વગર મળી આવ્યો હતો.
જેથી પોલીસે કાર અને તેનો મોબાઈલ કબ્જે લઈ તેની અટકાયત કરી હતી. જેનાબાદ સરકારના ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટ કોપ આધારે સીયાઝ કાર નં- GJ-01-HW 6510 ના માલીકનું નામ સરનામું શોધી તપાસ કરતા કાર માલીક શકિતસિંહ જાડેજાની હોવાનું જણાય આવ્યું હતું.
આ પણ વાંચોઃ-Photos: ન્યૂટ્રી ટ્રેનની સવારી, માખણ કાઢ્યું, 5D ફિલ્મ જોઈ, કેવડિયામાં PM Modiનો દેખાયો અલગ અંદાજ
આ પણ વાંચોઃ-અનોખો ઉમેદવાર! નામ 'અર્થી બાબા', કામ છે ચૂંટણી લડવું, અત્યાર સુધી મળી છે 11 વખત હાર
વધુ તપાસ કરતાં આ કારને આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજાએ પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી તપાસના કામે કાર ભાડેથી લીધી હતી.
આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?
આ પણ વાંચોઃ-દારૂ ઘૂસાડવાના બૂટલેગરોના નવા પ્લાન ઉપર પોલીસે ફેરવ્યું પાણી, દૂધના ટેન્કરમાંથી 135 પેટી વિદેશી દારુ પકડાયો
કાર તપાસના કામે ફેરવવાનું નાટક કરી અમદાવાદ કાન્હવી હોટલ સામે જઇ કાર માલિકને હોટલમાં પૈસા લેવા મોકલી કાર માલીકની નજર ચુકવી ભેજાબાઝ કારની ચોરી કરી લઇ નાસી છૂટ્યો હતો. જે બાબતે અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
વધુમાં ઝડપાયેલા આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજાની ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટ કોપ આધારે તપાસ કરતા રાજકોટ શહેરમાં પોલીસ નહી હોવાનું જાણવા છતાં તેણે પોલીસનો યુનિફોર્મ પહેરી પોલીસની ઓળખ આપી જાહેર માર્ગ પર વાહન ચેકિંગ કરતા રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ મથકે પણ તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે.