Home /News /madhya-gujarat /

Panchmahal: એક હાથ નથી છતાંય સ્વમાનથી જીવન જીવવા માટે શરણાઈનો સહારો લઈ રહ્યા છે આ કાકા

Panchmahal: એક હાથ નથી છતાંય સ્વમાનથી જીવન જીવવા માટે શરણાઈનો સહારો લઈ રહ્યા છે આ કાકા

એક

એક હાથ ગુમાવ્યો પરંતુ મજબુરી એ જીવન માં આગળ વધ્યા, કાળીદાસ કાકા, ગોધરા

કંપની માં કામ કરતા કરતા એક વાર તેમનો ડાબો હાથ મશીન માં આવી જતા તે એક હાથ ગુમાવી બેઠા. અત્યંત આઘાત જનક પરીસ્થીતી માં કંપની એ તેમનો સાથ 

    પંચમહાલ : આજે એક એવા વ્યક્તિ ને મળવાનું થયું કે જેને જોઈને જીવન માં પ્રેરણા મળે. ૬૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતા કાળીદાસ ભાઈ મૂળ રહેવાસી લુણાવાડા નાં છે પણ આજે લગ્ન પ્રસંગે ગોધરા આવ્યા તેમની મૂલાકાતે કરવાનો મોકો મળ્યો. કાળીદાસ કાકા નો એક હાથ નથી પરંતુ એક હાથે પણ તેમની શરણાઈ કર્ણપ્રિય સંગીત રેલાવે છે. તેમને શરણાઇ વગાડતા પહેલા નહોતું આવડતું પણ જ્યારે તેમણે હાથ ગુમાવ્યો પછી પરીવાર નું ગુજરાન ચલાવવા શરણાઈ નો સહારો લેવો પડ્યો. એવું તે શું થયું આવો જાણીએ.

    કાળીદાસ કાકા આજથી લગભગ ૨૮ વર્ષ પહેલાં એમની જવાની ના કાળ માં વડોદરા ની એક પ્લાસ્ટિકની કંપની માં નોકરી કરવા જતાં અને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવતા હતા.પરંતુ કંપની માં કામ કરતા કરતા એક વાર તેમનો ડાબો હાથ મશીન માં આવી જતા તે એક હાથ ગુમાવી બેઠા. અત્યંત આઘાત જનક પરીસ્થીતી માં કંપની એ તેમનો સાથ ન આપ્યો.તેમની સામે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું એક મોટો પ્રશ્ન બની ગયો.ત્યારે તેમના ગામ ના મૂળજી ભાઇ એ તેમનો હાથ ઝાલ્યો.

    આ પણ વાંચો: Vadodara: 100 વર્ષ જૂના અને 2 ટન વજનના પથ્થરના ગોળામાં છે ‘અખંડ ભારતનો નકશો’

    કાળીદાસ કાકા એ હિંમત ન હારીને એક હાથે શરણાઈ પકડી અને જોત જોતામાં શરણાઈ સુરમય વગાડતાં શીખી ગયા. તેમની શરણાઈ નાં સુર એવા ઉઠ્યા કે ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે શરણાઈ વગાડવા માટે બોલાવવામાં આવતા.એની સાથે સાથે મૂળજીભાઈ સાથે લગ્ન પ્રસંગે પણ શરણાઈ વગાડવા જાય છે અને આટલી ઉંમરે પણ ભલે એક હાથ નથી છતાંય એવું કહેવાય છેને જેને કાંઈક કરવું છે તેને ભગવાન અવશ્ય રસ્તો બતાવે જ છે .

    આ પણ વાંચો: પતિઓને ચેતવા જેવો કિસ્સો! Ahmedabadમાં પત્ની લગ્નના પાંચ વર્ષ બાદ ઘર છોડીને ભાગી ગઇ, આવું છે કારણ

    ત્યારે પહેલાં તેમની વાતો ઘણી સાંભળી હતી પણ આજે તેમને મળીને ખરેખર અંદરથી પ્રેરીત થઈ જવાયું કે જેની પાસે એક હાથ નથી તે છતાંય સ્વમાન ભેર જીવન જીવવા ની જે વ્રૃત્તિ ધરાવે છે એવા કાળીદાસ કાકા ખરેખર સન્માનનીય છે.આવા લોકો જ સમાજ માં પ્રેરણા રૂપ બનતા હોય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन