Home /News /madhya-gujarat /ગુજરાતમાં હજી પણ નાતજાતનો ભેદભાવ: દલિત યુવકે લગ્નમાં ઘોડા પર કાઢ્યો વરઘોડો અને પછી થઈ જોવા જેવી 

ગુજરાતમાં હજી પણ નાતજાતનો ભેદભાવ: દલિત યુવકે લગ્નમાં ઘોડા પર કાઢ્યો વરઘોડો અને પછી થઈ જોવા જેવી 

બોરડી,શહેરા,

બોરડી,શહેરા, પંચમહાલ

ગોધરાના (Godhra)બોરડી ગામે આવેલ પાણીની ટાંકી પાસેના મંદિર પાસે લઈ જવામાં આવ્યો હતો જેમાં અમુક સમાજના અમુક લોકો દ્વારા આ દલિત સમાજનો વરઘોડો જોતા વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાને ઘોડા પરથી ઉતરી જવા માટે કહેવામાં આવ્યું હતું.

    શિવમ પુરોહિત, પંચમહાલ: શહેરા તાલુકાના બોરડી ગામે દલિત સમાજના (Dalit Samaj)વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાને ઘોડા પરથી ઊતરી જવા તથા જ્ઞાતિ વિરુદ્ધ અપમાન કરતા શહેરા પોલીસ સ્ટેશનમાં (City Police Station) 6 જેટલા સામે એટ્રોસીટી ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.શહેરા તાલુકાના બોરડી ગામે દલિત સમાજ દરબાર સમાજ તથા માછી સમાજ અન્ય લોકોની વસ્તી ધરાવતું ગામ છે જેમાં સૌથી વધારે દરબાર સમાજ તથા માછી સમાજ ની વસ્તી વધારે છે.

    લગ્નસરાની સિઝનને લઈ બોરડી ગામે દલિત સમાજના એક યુવાનનું 18 તારીખના રોજ લગ્ન હતા જેમા 18 તારીખના રોજ અતુલકુમાર રમણલાલ ચૌહાણ ના બોરડી ગામે સાંજના સમયે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે વરઘોડો તેના ઘરથી બોરડી ગામે આવેલ પાણીની ટાંકી પાસે ના મંદિર પાસે લઈ જવામાં આવ્યો હતો જેમાં અમુક સમાજના અમુક લોકો દ્વારા આ દલિત સમાજ નો વરઘોડો જોતા વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાને ઘોડા પરથી ઉતરી જવા માટે કહેવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: Russia-Ukraine War: હાલ રશિયા કયા દેશોને પોતાનો મિત્ર માની રહ્યું છે અને શા માટે?

    તથા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જ્ઞાતિ ના અપમાનજનક શબ્દો બોલી અપમાનીત કરવામાં આવ્યા હતા અને વરઘોડા પણ છૂટા પથ્થરો મારવામાં આવ્યા હતા તથા ગામમાં મંદિરમાં દલિત સમાજે કોઈ ફાળો આપ્યો ન હોય તેવું કહી વરઘોડો અહીંયા થી પાછો લઈ જાવ તેમ કહી અપમાનિત કરવામાં આવ્યા હતા જેમાં શહેરા પોલીસ સ્ટેશન ખાતે જયેન્દ્રસિંહ ઈશ્વરસિંહ સોલંકી, પિન્ટો જયેન્દ્રસિંહ સોલંકી, ગોપીસિંહ ગિરવતસિંહ સોલંકી, પુષ્પતસિંહ રંગીતસિંહ સોલંકી, બકાભાઈ રતનસિંહ સોલંકી,મુન્નાભાઈ નરેન્દ્ર સિંહ સોલંકી સામે ગતરોજ એટ્રોસીટી ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: કોંગ્રેસ 'હાથ'નો સાથ છોડવાના ટ્રેન્ડ વચ્ચે દ્વારકામાં કરશે ચિંતન, રાહુલ ગાંધી રહેશે હાજર
    " isDesktop="true" id="1182959" >

    વરરાજા દ્વારા વરઘોડામાં બનેલી ઘટના ને લીધે વરઘોડો બંધ કરવામાં આવ્યો હતો પરંતુ લગ્ન કરીને પાછા આવ્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આઝાદી નાં ૭૫ વર્ષ થયાં છતાંય હજુ આવા નાતજાતના ભેદભાવ જોવા મળી રહ્યા છે તે આશ્ચર્યજનક વાત છે..
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, ગોધરા, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन