Home /News /madhya-gujarat /

પંચમહાલ: રોજગાર અધિકારીને સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

પંચમહાલ: રોજગાર અધિકારીને સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

સર્વ શ્રેષ્ઠ પ્લેસમેન્ટ, પંચમહાલ

 હાલ દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રજાલક્ષી ખુબજ મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે શાળાઓ, કોલેજો તેમજ કૌશલ્ય કેન્દ્રો પણ અગણીત છે અને....

    પંચમહાલ: જિલ્લા રોજગાર અધિકારીને સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ માનનીય રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ ધ્વારા કરવામાં આવી રહેલ કામગીરી ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ આખા દેશ માટે આદર્શ ઉદાહરણ રૂપ બની છે, ત્યારે તેની પ્રશંસા કરતા ભારત દેશ ના રાષ્ટ્રપતિ ધ્વારા પંચમહાલના રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણને સર્વશ્રેષ્ઠ પ્લેસમેન્ટ અધિકારી તરીકેનું બિરુદ આપી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

    હાલ દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રજાલક્ષી ખુબજ મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે શાળાઓ, કોલેજો તેમજ કૌશલ્ય કેન્દ્રો પણ અગણીત છે પણ પોતાનું યોગ્ય ભણતર પૂરું કર્યા બાદ યુવાધન પોતાના ભણતરનાં જ ક્ષેત્રે રોજગારી ન મેળવીને અન્ય ક્ષેત્રો માં કારકિર્દી બનાવી રહ્યા છે તો કેટલાક હાર માની ને બેસી જતા હોય છે આવા સમયમાં દરેક જિલ્લામાં રોજગારી નું પ્રમાણ વધે અને બેરોજગારીનું પ્રમાણ ન્યૂનતમ થાય તેનું ધ્યાન રાખવા જિલ્લા ની રોજગાર કચેરી ઓ કાર્યરત હોય છે ત્યારે પંચમહાલ જિલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સમક્ષ જોવા મળી રહ્યું છે.

    આ પણ વાંચો: ગાંધીનગરઃ કેનેડાથી મામાના લગ્નમાં આવ્યો ભાણો, કાર નીચે આવી જતાં મોત, શોકિંગ video viral

    વર્ષ ૨૦૧૯ થી અથાગ મહેનત અને પરીશ્રમથી શિક્ષિત તો ખરા જ પણ સાથે સાથે કૌશલ્ય સભર પણ વિકલાંગતા નાં કારણે રોજગારી ન મેળવી શક્યા હોય તેવા લોકો ને પણ રોજગારી મળી જેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવી.વર્ષ 2019 માં પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ 3 રોજગાર મેળા યોજવામાં આવેલ હતા જેમાં કુલ 249 દિવ્યાંગ ઉમેદવારો એ નોકરી માટે ભાગ લીધો હતો, જેમાંથી 84 દિવ્યાંગ ઉમેદવારો એ પોતાની આજીવિકા મેળવી હતી. પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી એ રાષ્ટ્રીય સ્તરે પંચમહાલ જિલ્લા નું નામ રોશન કર્યું છે, જે જિલ્લા ના તમામ લોકો માટે ગર્વ લેવાની બાબત બની ગયેલ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Employment, Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन