ગોધરાઃ નશામાં ધૂત PSIનો વીડિયો વાયરલ, યુવતી સાથે કરી બીભત્સ બોલાચાલી

News18 Gujarati
Updated: January 12, 2019, 9:27 AM IST
ગોધરાઃ નશામાં ધૂત PSIનો વીડિયો વાયરલ, યુવતી સાથે કરી બીભત્સ બોલાચાલી

  • Share this:
પાવરની સાથે નશો મળે ત્યારે કેવી ઘટના સર્જાઇ તેનું ઉદાહરણ ગોધરામાં એક PSIએ આપ્યું છે. અહીં સર્કિટ હાઉસમાં નશામાં ધૂત એક PSIનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ PSI યુવતી સાથે ગેરવર્તણૂક કરી બીભત્સ બોલાચાલી કરી રહ્યો છે.

અહીં ક્લિક કરી વાંચો જામનગરના બસ સ્ટેન્ડમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વિદ્યાર્થીને માર્યો ઢોર માર: VIDEO

પ્રાપ્ત વિગત પ્રમાણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે નશામાં ધૂત PSIનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પીએસઆઇ એક યુવતી સાથે ગરવર્તણૂક કરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યો છે. PSI એટલો નશામાં છે કે તેને બોલવાનું પણ ભાન રહ્યું ન હતું. તેણે એક યુવતી સાથે બોલાચાલી કરી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. બાદમાં સહન ન થતા યુવતીએ પણ મણ મણની સંભળાવી પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે આ PSIનું નામ વસાવા છે. જે ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. સર્કિટ હાઉસમાં બબાલ થતા પોલીસને જાણ કરાઇ હતી, જેમાં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં PSI વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો હતો. બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે PSI વસાવા અગાઉ પણ પ્રોહિબિશન અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર PSIએ લખણ છલકાવતા હવે કેવા પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું.
First published: January 11, 2019, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading