Home /News /madhya-gujarat /

Panchmahal: BJP યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ ગોધરાની મુલાકાતે

Panchmahal: BJP યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ ગોધરાની મુલાકાતે

ડૉ.

ડૉ. પ્રશાંત કોરાટ, યુવા મોરચો, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ,  ભાજપ, ગોધરા ખાતે...

જિલ્લા યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું. અન્ય હોદ્દેદારો તેમજ ગોધરાનાં ધારાસભ્યનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ અનુક્રમે હાલોલ, કાલોલનાં કાર્યકરો દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    Panchmahal news: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગઇકાલે પંચમહાલ જિલ્લાના કાર્યકરો તેમજ પ્રચારકોની પાખી હાજરીમાં આવનાર સમયને લઈને પાર્ટીનાં વિસ્તાર માટે અને નવા કાર્યકર્તાઓનાં જોડાણને લગતા કામ પ્રત્યેની બેઠક યોજાઇ હતી.

    જિલ્લા યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું. અન્ય હોદ્દેદારો તેમજ ગોધરાનાં ધારાસભ્યનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ અનુક્રમે હાલોલ, કાલોલનાં કાર્યકરો દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ત્યારબાદ ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાંત સોની દ્વારા યુવાનોનું માર્ગદર્શન કરવામાં આવ્યું. ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા યુવાનોને સેવાકીય કાર્યો કરવા માટે આહવાન કર્યું તેમજ ત્યારબાદ યુવા પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી સુધી આ વિસ્તારકનું કાર્ય ચાલવાનું છે તેવું સંબોધન કરવામાં આવ્યું.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

    વિસ્તારક યોજના એટલે કાર્યકર્તા દ્ધારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ નવા યુવાનોને પાર્ટી સાથે જોડવાનું કાર્ય સમજાવવામાં આવ્યું. ત્યારબાદ વિસ્તારકનાં અન્ય તબક્કાઓ વિશે વાત કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! kheda કેમ્પમાં LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની 'રેસ' હારી ગયો, દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

    તેમજ તેમણે જણાવ્યું કે તેઓ પોતે સાત દિવસ થી વિસ્તારક યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને દાહોદ થી છ દિવસ થી આવેલા કાર્યકરો ની પ્રશંસા કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર