Home /News /madhya-gujarat /

Panchmahal news: બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ડીપીઓએ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી

Panchmahal news: બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ડીપીઓએ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી

પોલીસ હેડ કવાર્ટર, શાળા જર્જરિત, ગોધરા, પંચમહાલ

શાળાની બે પાળીના 321 બાળકોનો અભ્યાસ ખોરવાય તેવી શક્યતા. શાળાને દુર ખસેડતાં વાલીઓની આજરોજ મીટીંગ થશે. ડીપીઓ દ્વારા નવી જગ્યાએ શાળા બનાવવા જગ્યાની માંગણી કરવામાં છે.તેમજ બાળકોને મુકવા ટ્રાસપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે તેવું ડિપીઓ એ ઉમેર્યું.

વધુ જુઓ ...
    Panchmahal news: શાળાના બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે ડીપીઓએ બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી બતાવી છે. ગોધરાના પોલીસ હેડકવાર્ટરની શાળાને જર્જરીત જાહેર કરીને એક કી.મી દુર ખસેડાશે. શાળાની બે પાળીના 321 બાળકોનો અભ્યાસ ખોરવાય તેવી શક્યતા. શાળાને દુર ખસેડતાં વાલીઓની આજરોજ મીટીંગ થશે. ડીપીઓ દ્વારા નવી જગ્યાએ શાળા બનાવવા જગ્યાની માંગણી કરવામાં છે.તેમજ બાળકોને મુકવા ટ્રાસપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે તેવું ડિપીઓ એ ઉમેર્યું.

    ગોધરાની મધ્યમાં આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં 102 વર્ષ જુની પોલીસ હેડ કવાર્ટર કુમાર અને કન્યા શાળા આવેલી છે. આ શાળાનું બિલ્ડીંગ વર્ષ 1985 માં બનેલ હતું. શાળામાં કુલ 332 બાળકોમાંથી કુમાર શાળામાં 231 અને કન્યા શાળામાં 102 કન્યાઓ અભ્યાસ કરી રહી છે. છેલ્લા કેટલાય સમયથી શાળાને અન્ય જગ્યાએ ખસેડજવા માટે પોલીસ હેડ કવાર્ટર વાળા દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે શાળાનો જર્જરીત હોવાનો રીપોર્ટ આવતાં શાળાના બાળકો અને શિક્ષકો ચિંતીત બન્યા હતા. શાળામાં દશામાં ના મંદીર, ભોઇવાડા, માર્કેટીંગ યાર્ડ વિસ્તારના ગરીબી પરીવારના બાળકો અભ્યાસ કરે છે.

    ત્યારે શિક્ષણ વીભાગ દ્વારા શાળાના બાળકોને એક કી.મી દુર આવેલી કાછીયાવાડની શાંતિશાળામાં મોકલવાનો આદેશ કરવામાં આવતાં વાલીઓ પોતાના બાળકોને અન્ય જગ્યા એ મોકલવા કે નહી તે અંગે ચિતિંત બન્યા છે. શાળાનો જર્જરીત હોવાનો રીપોર્ટ આવતા શાળાના આચાર્ય અને શિક્ષકોએ આક્ષેપ કર્યો કે શાળાને ખાલી કરવાની જગ્યા પર મોટું કવાર્ટર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરીને શાળા અન્ય જગ્યા એ ખસેડાશે તો શાળાના બાળકો દુર જવાનું હોવાથી અભ્યાસ કરવા નહિ આવે જેથી તેઓ શીક્ષણથી વચિંત રહેશે.
    જયારે શાળાના બાળકોને અન્ય શાળામાં અભ્યાસ કરવા મોકલવાને લઇને આજરોજ શનિવારે વાલીઓની મીટીંગ રાખવામાં આવેલ છે. મીટીંગ બાદ કયો નિર્ણય લેવામાં આવશે તે પરથી આગળની રણનીતી ઘડાશે તેમ લાગી રહ્યું છે.અગાઉ ભુરાવાવ વિસ્તારની શાળાને જર્જરીત જાહેર કરીને અન્ય જગ્યાએ ખસેડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! kheda કેમ્પમાં LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની 'રેસ' હારી ગયો, દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

    શાળા ના આચાર્ય રામજીભાઇ પટેલે જણાવ્યું હતું કે શાળા જર્જરીત હોવાનો રીપોર્ટ અન્ય વિભાગનો છે. શાળાને અન્ય શાળામાં લઇને જવાથી આસપાસના ગરીબ બાળકો અભ્યાસ કરવા આવશે નહિ તેમ લાગી રહ્યું છે. અમે આસપાસની જગ્યામાં કે શાળામાં ચાર ઓરડાની વ્યસ્થા કરી આપશે તો પણ અમે બાળકોને ભણાવીશું પણ શિક્ષણ વિભાગનો આદેશ આવ્યો છે તેનું અમે પાલન કરીશું.

    આ પણ વાંચોઃ-Surendranagar: ખાંડિયામાં યુવકની કપડાની દોરી વડે ગળેટુંપો આપીને કરાઈ હતી હત્યા, મોતનું રહસ્ય ઘેરાયું

    તેમજ ડીપીઓ વિનુભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાઇકોર્ટે સુઓમોટો કરીને જર્જરીત શાળાઓ બંધ કરવાના હુકમને લઇને હેડકવાર્ટરની શાળાને બંધ કરવાનો હુકમ કર્યો છે. શાળા માટે આસપાસનાં વિસ્તારમાં નવી બનાવવા માટે જગ્યાની માંગણી કરી છે. હાલ તો શાળાના બાળકોને કાવછીયાવાડની શાંતિપ્રકાશ શાળામાં અભ્યાસ કરવા મોકલવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. હવે આજરોજ થનારી મિટિંગ માં શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું....
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News, શાળા

    આગામી સમાચાર