panchmahal news: પંચમહાલ જિલ્લા પોલીસ (panchmahal jilla police) દ્વારા પોલીસ સંભારણા દિન 26 ઓકટોબર 2021 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજી હતી
panchmahal news: પોલીસ સંભારણા દિન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં શહેરા તાલુકાની દિવ્યાંગ દીકરી રણવીતાબહેને બીજો નંબર મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
પંચમહાલ જિલ્લા પોલીસ (panchmahal jilla police) દ્વારા પોલીસ સંભારણા દિન 26 ઓકટોબર 2021 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજી હતી.જેમાં વિષય રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન, સમાજમાં પોલીસની ભૂમિકા, રાષ્ટ્રીય એકતા દિવસ - 2021 તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિષય રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન અને વ્યાખ્યાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં વિષયમાં સમાજમાં પોલીસની ભૂમિકા વગેરે વિષય પર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરીણામ તથા વિજેતાઓની ઘોષણા કરવામાં આવી હતી.
જે બદલ જિલ્લા પોલીસ પંચમહાલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે સન્માન પત્ર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બી.આર.સી. કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર. પરમારે દીકરી રણવીતા બહેનની ઉત્તરોત્તર શૈક્ષણિક પ્રગતિ માટે આશીર્વાદ પાઠવી તેમના પરિવાર, આચાર્ય વિપુલ પાઠક, માર્ગદર્શક શિક્ષક તેમજ શાળા પરિવારને તાલુકાને ગૌરવ અપાવવા બદલ શહેરા શિક્ષણ પરિવાર તેમજ સમગ્ર શિક્ષા, શહેરા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ પંચમહાલ પોલીસ વિભાગનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર