Home /News /madhya-gujarat /

ડોક્ટર હોવાનું કર્તવ્ય નિભાવવાની સાથે "Mrs India Universe" બની પંચમહાલની દર્શના પટેલ

ડોક્ટર હોવાનું કર્તવ્ય નિભાવવાની સાથે "Mrs India Universe" બની પંચમહાલની દર્શના પટેલ

ડૉ.

ડૉ. દર્શના પટેલ,Mrs. India Universe, પંચમહાલ

ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા પંચમહાલ જિલ્લાના હાલોલ નાં રહેવાસી ડો. દર્શના પટેલે Mrs. India Universe ટાઇટલ જીતી પોતાના પરિવાર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ૧.૫ વર્ષની પુત્રી ફ્લોરાની માતા દર્શનાએ મોડેલિંગ ની અત્યાર સુધી કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: હાલોલ ની મહિલા પંચમહાલ સહિત ગુજરાતનું ગૌરવ બની. પ્રોફેશન માં ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા પંચમહાલ જિલ્લાના હાલોલ નાં રહેવાસી ડો. દર્શના પટેલે Mrs. India Universe ટાઇટલ જીતી પોતાના પરિવાર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ૧.૫ વર્ષની પુત્રી ફ્લોરાની માતા દર્શનાએ મોડેલિંગ ની અત્યાર સુધી કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી. પોતાની ધગશ અને ખંતથી આત્મવિશ્વાસ સાથે Mrs Universe Organization દ્વારા આયોજિત Divalicious Mrs India Universe માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

    દર્શના દ્વારા જણાવવામાં આવ્યું કે નાનપણ થી જ તેમને મોડેલિંગ પ્રત્યે લગાવ હતો અને તેઓ આ ક્ષેત્રમાં કાંઇક કરવા ઇચ્છતા હતા. દર્શના ડૉક્ટર હોવાની સાથે યોગા ટ્રેનર પણ છે. તેમણે આ પહેલા પણ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારની સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો અને તેમાં ટોપ ૧૦ માં સ્થાન મેળવ્યું હતું. જ્યારે આ સ્પર્ધામાં જે ૧૩ માર્ચ 2022 ના રોજ યોજાઈ હતી તેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાની કાબેલિયત સાબીત કરી હતી.



    આ પણ વાંચો: રાજકોટ: 5 દિવસની દીકરીની તબિયત લથડતા માતા-પિતા ભાગી છૂટ્યા, બાળકીનું મોત

    તેમજ તેમણે ઉમેર્યું કે બ્યુટી મોડેલિંગ સ્પર્ધા માં સુંદરતા, ફિગર નું જેટલું મહત્વ છે તેટલું જ મહત્ત્વ વ્યક્તિત્વ નું છે. ૧૩ માર્ચે રાજસ્થાન જયપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં દેશ ની ઘણી મહિલાઓ પ્રતિસ્પર્ધી હતી. જેઓ મુંબઈ-દિલ્હિ જેવા મોટા શહેરોમાં થી પ્રોફેશનલ ટ્રેનિંગ લઈ ને આવ્યા હતા પરંતુ દર્શનાએ જ્યારે આ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે કોરોના મહામારી નો સમય ચાલી રહ્યો હતો અને એક ડોક્ટર હોવાનાં કર્તવ્ય ને વ્યક્ત કરી રહી હતી. ત્યારે આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે લોકો અનેક પ્રકારની પ્રોફેશનલ ટ્રેનિંગ કરતાં હોય છે પરંતુ દર્શનાએ પોતાની જાતે જ પોતાને તૈયાર કરી હતી અને આત્મવિશ્વાસ સાથે જ્યારે કાંઇ પણ કરવામાં આવે તો તેનું ફળ મળે જ, તેવું ઉદાહરણ પૂરું પાડી Mrs India Universe ખીતાબ હાંસલ કરી પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં રોડ-રસ્તાઓ પર લાગેલા અરવિંદ કેજરીવાલના બેનરો હટાવાતા AAP કાર્યકરોમાં રોષ

    દર્શના ને જ્યારે પુછવામાં આવ્યું કે તેમનો હિરો કોણ છે ત્યારે તેમને જણાવ્યું હતું કે તેમનાં પતિ પ્રિયંક તેમનાં હિરો છે. તેમજ આ કિર્તી મેળવ્યા બાદ હવે એન્ડોર્સમેન્ટ, ફિલ્મ કે સીરિયલ ની ઓફર આવી રહી છે તે જણાવતા તેમણે શું કહ્યું, તેમજ બીજી ઘણી બધી દર્શના ની ન સાંભળી હોય તેવી વાતો, આવો જાણીએ તેમનું ઇન્ટરવ્યૂ જોઇને....
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Miss Universe, Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन