Home /News /madhya-gujarat /

Daily Highlights: ત્રણ કૃષિ કાયદા રદ થવા અંગે પંચમહાલના રાજકીય પાર્ટીના અગ્રણીઓનું શું કહેવું છે જુઓ 

Daily Highlights: ત્રણ કૃષિ કાયદા રદ થવા અંગે પંચમહાલના રાજકીય પાર્ટીના અગ્રણીઓનું શું કહેવું છે જુઓ 

પંચમહાલના

પંચમહાલના સમાચાર

કોંગ્રેસ આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ સાથે સાથે તેમને ખેડૂતોનો વિજય ગણાવ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી જણાવ્યું હતું કે ૩૬૫ દિવસ ઉપરથી

  ૧.ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને શહેરા મત વિસ્તાર ના કાર્યકરો સાથે નો સ્નેહમિલન કાર્યકમ ચાંદલગઢ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યકમમાં શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ને કાર્યકરો દ્વારા સાફો ,ફુલહાર ,સાલ પહેરાવી મુમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમા શહેરા વિધાન સભાના ઉપાધ્યક્ષ દ્વારા તેમના સંબોધનમા પુશુઓમાં પ્રધાનમંત્રી દ્વારા 50 ટકા સબસીડી આપવામાં આવી રહી છે તેનો લાભ લેવા જણાવ્યું હતુ કે વેબસાઇટ પર મૂકવામાં આવશે.

  તથા નલ સે જલ યોજના માં ધરે ધરે નલ સે જલ વિશે ખાસ સમજ આપી હતી ત્યારે શહેરા તાલુકામા અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડો માટે તેમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીઓ કરવામાં આવી હાવાનું જણાવ્યું હતું જેમાં ખાસ શહેરા તાલુકા મા રહી ગયેલા મામલતદાર મેહુલ ભરવાડ ઉપર અંદાજિત 29 જેટલી એફિડેવિટ કરાવી હોવાની જણાવ્યું હતું આ સમગ્ર પ્રસંગ મા સરપંચ,તાલુકા ડેલીકેટ,જિલ્લા ડેલીકેટો ને શહેરા તાલુકા ના વિકાસ મા સહભાગી થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

  આ કાર્યકમ મા પંચમહાલ જિલ્લા ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ, મહામંત્રી ધવલભાઈ દેસાઈ,ભારતીય જનતા પાર્ટી ના પ્રભારી ભાનુબેન બારીયા,ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ પાઠક કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા શહેરા તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલિયા સરપંચો,તાલુકા ડેલીકેટો, જિલ્લા ડેલીકેટો તથા કાર્યકરો માટી સંખ્યા મા હાજર રહયા હતા...

  ૨. ભાજપાના નિર્ણયને આવકાર્યો, કોંગ્રેસે કહ્યુ આ ખેડૂતોનો વિજય છે.કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા રદ કર્યા છે જેને લઇને રાજકીય વિશ્લેષકો તેમજ રાજકીય પાર્ટીના અગ્રણીઓ પોતાના મતો આપી રહ્યા છે.
  કોંગ્રેસ આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ સાથે સાથે તેમને ખેડૂતોનો વિજય ગણાવ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી જણાવ્યું હતું કે ૩૬૫ દિવસ ઉપરથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા. ત્રણ કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા હતા. આ કાયદાથી ખેડૂતોને નુકસાન હતું તેમની પરિસ્થિતિ મુશ્કેલી ઉભી થાય છે. તેવી હતી આ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જે ખેડૂતોને વિજય છે.કોંગ્રેસ પણ તેમની પડખે ઊભી રહી હતી.

  ભાજપ દ્વારા જણાવામા આવ્યુ હતુ. આ કાયદા ખેડૂતોના હિત માટે છે. કે દેશના ખેડૂતો માટે કૃષિ કાનૂન અમલી બનાવવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોની આવક બમણી થાય અને ઉપજ તેમજ દેશના કોઈ પણ ખૂણે વેચી શકે એ માટે અન્ય લાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી મોદીએ આ ત્રણ કાયદા પરત ખેંચ્યા છે. પ્રધાનમંત્રીનો નિર્ણય ખેડૂતોના હિત માટે છે અને આ પ્રજાલક્ષી નિર્ણય ને તેઓએ આવકાર્યો.

  ૩. 19મીથી 25મી નવેમ્બર 2021 દરમિયાન સાંપ્રદાયિક સમરસતા અભિયાન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ NCC ગોધરા નાં કેડેટ્સ દ્વારા સુબેદાર સરવનસિંહ તથા સુધીન્દ્ર સિંહ નાં માર્ગદર્શન હેઠળ ગોધરા ખાતે આવેલા મહારાણા પ્રતાપ સ્મારક કે જે NCC ગોધરા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે તે સ્મારક તથા સ્મારક ની આસપાસ સાફસફાઈ કરી સ્વચ્છતા નો સંદેશ જાહેર જનતા ને આપવામાં આવ્યો.

  નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની (NFCH) દર વર્ષે 19મીથી 25મી નવેમ્બર સુધી કોમ્યુનલ હાર્મની કેમ્પેઈન વીકનું નિરીક્ષણ કરે છે. સપ્તાહનો છેલ્લો કાર્યકારી દિવસ ફાઉન્ડેશનના ધ્વજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે પણ 19મીથી 25મી નવેમ્બર 2021 સુધી કોમી સમરસતા અભિયાન સપ્તાહ મનાવવામાં આવશે અને 25મી નવેમ્બર 2021ના રોજ ધ્વજ દિવસ મનાવવામાં આવશે.જ્યારે ધ્વજ દિવસ સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્રીય એકીકરણની મસાજ ફેલાવે છે, ત્યારે તેનો ઉપયોગ ફાઉન્ડેશનના આદેશમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ પર તેની પ્રવૃત્તિઓ કરવા માટે તેના સંસાધનો વધારવા માટે ભંડોળ એકત્ર કરવા માટે પણ કરવામાં આવે છે. આ અંતર્ગત NCC ગોધરા દ્વારા ઉત્સાહ પૂર્વક એક્ટીવિટીઝ કરવામાં આવી રહી છે.

  ૪. ખોટા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રો વિરુદ્ધ લડત સમિતિએ ગોધરા સત્યાગ્રહ છાવણીમાં દિવાળી મનાવીને પરંપરા જાળવી રાખી અને સત્યાગ્રહ પણ ચાલુ રાખ્યો.ખોટા અનુસૂચિત જનજાતિ ( એસ.ટી.) પ્રમાણપત્રો વિરુદ્ધ લડત સમિતીના કન્વિનર પ્રવીણભાઈ પારગી ની આગેવાની હેઠળ રાજય સરકારના રાજય કક્ષાના આદિજાતિ અને આરોગ્ય વિભાગના મંત્રીશ્રી નિમિષાબેન સુથારના ખોટા જાતિ પ્રમાણપત્ર મુદ્દે તેઓને ધારાસભ્ય અને મંત્રી પદેથી ગેરલાયક ઠેરવવા માટે આદિવાસી સમુદાયમાં ઉઠેલી લોકમાંગને વાચા આપવા માટે છેલ્લા 31 દિવસથી અચોક્કસ મુદતના ધરણા જિલ્લા સેવા સદન ગોધરા ના મુખ્ય ગેટની બાજુમાં ચાલી રહ્યા છે.

  તેઓએ સત્યાગ્રહ છાવણીમાં દિવાળીનો તહેવાર મનાવીને પરંપરાને જાળવી રાખી હતી તેમજ આદિવાસી દિવસ ની ઉજવણી પણ કરવામાં આવી, પડતા વરસાદમા પણ અડગ રહિ સત્યાગ્રહ પણ ચાલુ રાખ્યો છે. અત્યાર સુધીમાં જુદા જુદા જિલ્લા, તાલુકા, ગામોનાં વિવિધ સંગઠનો ના અગ્રણીઓએ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું છે. બીટીપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપા ના કેટલાક અગ્રણીઓએ સમર્થન આપ્યું છે. અન્ય સમાજોના કેટલાક આગેવાનોએ પણ છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું છે.તેમજ સરકાર નાં ૨૫ ઓક્ટોબર નાં નોટીફીકેશન વિશે આગેવાન પ્રવીણ પારગી દ્વારા શું કહેવામાં આવ્યું જોઈએ...
  Published by:ankit patel
  First published:

  Tags: Godhra news, Gujarati News News, Panchmahal News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन