Home /News /madhya-gujarat /

પંચમહાલ Daily Highlights: કાલોલ ખાતે RSS દ્વારા શિસ્તબદ્ધ રીતે પથ સંચલનનું આયોજન 

પંચમહાલ Daily Highlights: કાલોલ ખાતે RSS દ્વારા શિસ્તબદ્ધ રીતે પથ સંચલનનું આયોજન 

પંચમહાલના

પંચમહાલના દિવસભરના સમાચાર

કલાકાર ભરત બારીયા તથા અક્ષય પટેલને ગુજરાતી તેમજ ભારતીય સંસ્કૃતિને દેશ વિદેશમાં ઉજાગર કરવા બદલ એપીક ફાઉન્ડેશન ગુજરાતી ફિલ્મ એવોર્ડ ૨૦૨૧ દ્વારા ડી.જી. વણઝારા અને તરૂણ બારોટના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

  પંચમહાલઃ  કહેવાતા બોગસ આદિવાસી મોરવા હડફ ના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી બનેલા નિમીષા સુથાર વિરુદ્ધ ચાલી રહેલા ગોધરા આંદોલન માં દાહોદ જિલ્લા BTP પ્રમુખ દેવેન્દ્ર મેડા, BTTS પ્રમુખ શૈલેષ મેડા તેમજ એમની ટિમ દ્વારા પ્રવીણભાઈ પારગી ને ફૂલ હાર થી સ્વાગત કરી સાથ સહકાર અને સમર્થન આપવા મા આવ્યું.ગોધરામાં ગત રોજ રવિવાર ના રોજ બોગસ આદિવાસી મંત્રીને હટાવવાના મુદ્દાને ધ્યાને લઇ સમર્થન માટે સેવા સદન ગોધરા ખાતે આદિવાસી સમાજના તમામ સંગઠનો જેવા BTTS દાહોદ જિલ્લાનું આદિવાસીઓનું મોટુ સંગઠન તેમજ BTP પાર્ટી દાહોદ ના તમામ હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ સમાજની સમસ્યા ને ધ્યાને લઇ પહોંચ્યા.

  જે સમાજના હિત માટે કામ કરવા માંગતા હોય, અને સમાજ પ્રત્યે લાગણી હોય તેવા તમામ ને આહવાન કરવામાં આવ્યું કે પોતાની ફરજ સમજી સામાજિક લડાઈમાં ભાગ લીધો. પ્રવીણભાઈ પારગી ની મુવમેન્ટ ને સમર્થન આપી અને તમામ આદિવાસી યુવા અને વડીલો તેમજ દાહોદ જિલ્લા નાં તમામ આદિવાસી ગામેગામથી આવી ને દરેક વિસ્તારમાંથી બહાર નીકળ્યા અને ગોધરા સેવા સદન ખાતે પહોંચીને સમર્થન આપ્યું.

  ૨. અત્યારે ચારેબાજુ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌ કોઈ દિવાળીની તૈયારીમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો ની દિવાળી તે આવનારા દિવસોમાં થનારા ધંધા ઉપર નિર્ભર કરે છે. આ એવા લોકો છે જે સીઝનલ ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવા જ એક ગોધરાના અશોકભાઈ કે જે રોજિંદા જીવનમાં ભંગાર નો ધંધો કરી રહ્યા છે તેમજ છેલ્લા દસ વર્ષથી દિવાળીની સિઝનમાં રંગોળીના રંગ અને દીવડા નું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

  અશોકભાઈ પોતાના પરિવાર સાથે ગોધરાની બાવાની મઢી વિસ્તારમાં દર વર્ષે રંગો તેમજ દીવડા વેચવા માટે આવતા હોય છે. તેમનું કહેવું એમ છે કે દર વર્ષે રંગો માં રોકાણ કરીએ છીએ તેની સામે ગ્રાહકો પણ એટલા જ આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે ઘણા બધા લોકો ખરીદી કરવા માટે હજુ આવી રહ્યા ન હોય તેમને ચિંતા થઈ રહી છે. કારણકે રોજીંદો ધંધો વ્યાપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય જો આ વર્ષે વેચાણ સારું નહીં થાય તો શું કરીશું તેવી ચિંતાની રેખાઓ તેમના માનસપટલ પર જોવા મળી. તેમજ તેમના બાળકોને ત્યાં જોઈએ તો આપણને એમ થાય કે જે ઉંમર રમવા કૂદવાની છે એ ઉંમરે બાળકો પોતાના મા-બાપ સાથે ધંધો રોજગાર મેળવવા માટે જતા હોય મજબૂરીમાં પોતાનું બાળપણ ગુમાવી રહ્યા છે.

  અત્યારના સમયમાં સરકાર પણ વોકલ ફોર લોકલની ઝુંબેશ ચલાવી રહ્યું છે ત્યારે આપણને એમ થાય કે ઓનલાઈન અનેક પ્રકારની વેરાયટી આપણને મળી રહે પરંતુ પોતાના સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરતા અને એ પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સીઝનલ ધંધો કરતા લોકો પાસેથી જરૂર આપણે ખરીદી કરવી જોઈએ જેનાથી કદાચ કોઈક ની દિવાળી આપણે સુધારી તો ન શકીએ પરંતુ તેમની દિવાળી સારી રીતે ઉજવાય તેમાં સહભાગી જરૂર થઇ શકીએ, જોઈએ વિડિયો...

  ૩. સમગ્ર પંચમહાલ જિલ્લામાં અત્યારે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જીલ્લાના વેજલપુર ખાતે પણ દિવાળીની ખરીદી વેચાણ શરૂ થઇ ચૂક્યું છે અને તેમાં પણ માટીમાંથી બનાવેલા દીવડા માં હાલ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું એક વિક્રેતા કનુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું..

  ૪. પંચમહાલ નું ગૌરવ એવા આન્તરરાષ્ટ્રીય ખ્યાતનામ ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરીષદ વિદેશ મંત્રાલય ભારત સરકાર ના પેનલ કલાકાર ભરત બારીયા તથા અક્ષય પટેલ ને ગુજરાતી તેમજ ભારતીય સંસ્કૃતિને દેશ વિદેશમાં માં ઉજાગર કરવા બદલ એપીક ફાઉન્ડેશન ગુજરાતી ફિલ્મ એવોર્ડ ૨૦૨૧ દ્વારા ડી.જી. વણઝારા અને તરૂણ બારોટ ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

  ૫. ગતરોજ કાલોલ ખાતે RSS દ્વારા શિસ્તબદ્ધ રીતે પથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું.
  First published:

  Tags: Gujarati News News, Panchmahal News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन