Home /News /madhya-gujarat /

panchmahal Daily Highlights: ઘોઘંબા એસ.એચ વરિયા સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા યોજાઈ

panchmahal Daily Highlights: ઘોઘંબા એસ.એચ વરિયા સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા યોજાઈ

પંચમહાલના

પંચમહાલના ડેઈલી અપડેટ

panchmahal news: એસએચ વરિયા હાઈસ્કૂલમાં (sh vaia highschool) પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરીક્ષા યોજાઇ. જેમાં 290 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા.

    પંચમહાલઃ ઘોઘંબામા (Ghoghamba) એસએચ વરિયા હાઈસ્કૂલમાં (sh vaia highschool) પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરીક્ષા યોજાઇ. જેમાં 290 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 224 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ત્યારે 66 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સરકાર ની ગાઈડલાઈન અનુસાર એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા. જેના કારણે કુલ 19 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. તે પૈકી 15 બ્લોકમાં પ્રાથમિક વિભાગના બાળકો અને ૪ બ્લોકમાં માધ્યમિકના બાળકો ની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમાં બ્લોક દીઠ સુપરવાઇઝર રાખવામાં આવ્યા અને કુલ 21 કર્મચારીઓ આ કામગીરીમાં ખંતપૂર્વક જોડાયા...

    2.શહેરા તાલુકાના મામલતદાર મેહુલ ભરવાડ ની ડાંગ આહવા ખાતે બદલી થતા શહેરા તાલુકાના સરપંચો તથા તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયતના સભ્યો તેમજ શહેર સંગઠનના કાર્યકરો તથા દુકાનદારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું. તમામ લોકોએ મામલતદાર કચેરીના પટાંગણમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ખુશીની લાગણી વ્યક્ત કરી...

    ૩. જીવ નું જોખમ ભરેલું કામ કરતા પાનમ હાઇ લેવલ કેનાલ ના અધિકારીઓએ માનવતા નેવે મૂકી...પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે હાઈ લેવલ કેનાલ આવેલ છે જેની પરથી રસ્તો પસાર થાય છે પરંતુ તેની બાજુમાં જ 40 થી 45 ફૂટ ઊંડાખાડા નું ખોદકામ કરતા શાળા માં જતાં નાના ભૂલકાઓ ,વિદ્યાર્થીઓ બાળકો તેમજ અન્ય કામથી અવર જવર કરતા હોય છે. બાજુમાં આવેલા ખેતરની વાળને ઓળંગીને પસાર થવું પડતું હોય છે અને પગ લપસી જાય તો મોટી જાનહાનિ થશેે. આવેલ પાનમ હાઇ લેવલ કેનાલ પર રસ્તો હોવા છતાંય તેનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ નો સમયગાળો ત્રણ મહિના હોવાા છતાં ત્રણ મહિના પછી કામ ને અધુરુુ મુકવામાં આવતા હાલ ગંભીર પરિસ્થિથિતિ સર્જાઈ છે.

    પરંતુ અવર-જવર માટે એક જ રસ્તો હોવાથી નાના બાળકો અને રાહદારીઓ મજબૂર છે જોવો આ ભયાનક રસ્તો... જેની પર કોઈ સાવચેત નું ચિન્હ પણ નથી.... શું તંત્ર આનાથી અજાણ છે કે આંખ આડા કાન કરે છે??? જોઈએ વિડિયો
    First published:

    Tags: Panchmahal News, Shahera News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन