Home /News /madhya-gujarat /

પંચમહાલ Daily Highlights: મહાકાળી મંદિર ટ્રસ્ટને એક માઈભક્તે આપ્યું કરોડો રૂપિયાનું દાન

પંચમહાલ Daily Highlights: મહાકાળી મંદિર ટ્રસ્ટને એક માઈભક્તે આપ્યું કરોડો રૂપિયાનું દાન

પંચમહાલ

પંચમહાલ દિવસભરના સમાચાર

મૂળ રાજસ્થાન ના અને હિંમતનગર ખાતે રહેતા અને પશુઓ માટેના કેટલફૂડ નો વ્યવસાય કરતા માઈ ભક્તે પાવાગઢ મંદિર ના જીર્ણોદ્ધાર માટે આપ્યું મોટું દાન.

  પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ ને એક માઈ ભક્ત દ્વારા ૦૧ કરોડ ૧૧ લાખ નો ચેક અને સવા કિલો સોનાના છત્ર ની ભેટ ચઢાવવામાં આવી છે.મૂળ રાજસ્થાન ના અને હિંમતનગર ખાતે રહેતા અને પશુઓ માટેના કેટલફૂડ નો વ્યવસાય કરતા માઈ ભક્તે પાવાગઢ મંદિર ના જીર્ણોદ્ધાર માટે આપ્યું મોટું દાન.આજે દેવ દિવાળી ના શુભ દિવસે અન્નકૂટ ના દર્શન કરી ભક્તે મહાકાળી મંદિર ટ્રસ્ટ ને ચેક અર્પણ કર્યો હતો અને મંદિર માં સોનાનું છત્ર ચડાવ્યું હતું.51 શક્તિપીઠ પૈકી એક મહાકાળી ધામ માં ગુજરાત સહિત દેશ ભર ના માઈ ભક્તો શ્રધ્ધાભેર દર્શનાર્થે આવતા હોય છે.ત્યારે આજે એક માઈ ભક્ત બાબુલાલ રાજપુરોહિત દ્વારા મંદિર ટ્રસ્ટ ને ઐતિહાસિક ભેટ અર્પણ કરાઈ હતી.મહાકાળી મંદિર ટ્રસ્ટ ને અત્યાર સુધી મળેલા ભેટ દાન પૈકી સૌથી મોટું દાન આજે એક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

  2. સામાન્ય રીતે સાંપ્રત સમયમાં સમાજ યુવા પેઢી પર વિશ્વાસ મુકતા ખચકાતો હોય છે ત્યારે યુવાનો કાંઈક એવું કરી બતાવે ક્યારે સમાજ અચંબિત થઈ જતો હોય છે. એવો જ એક કિસ્સો આજરોજ ગોધરા નગરમાં જોવા મળ્યો. ગોધરાના બામરોલી રોડ વિસ્તારના પ્રવેશ સ્થાન પાસે આવેલું મહારાણા પ્રતાપ સ્મારક જ્યાં થોડાક સમય પહેલા મહારાણા પ્રતાપનું સ્મારક બનાવી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગોધરાના યુવાનો ને આ સ્મારક ઉપર ભગવો લહેરાવવા માટે નો વિચાર આવી રહ્યો હતો જ્યારે આજરોજ દેવદિવાળીના શુભ પર્વે યુવકો દ્વારા સ્વયં સંકલ્પ થી તેમજ પોતાની જાતે તમામ આયોજન કરી આજરોજ ગોધરા ની ધરતી ઉપર સૌપ્રથમ વખત દેશનું ભાવિ ગણાતા તેમજ ઉત્સાહી યુવાનો દ્વારા 'ભગવારોહણ' કરાયું.
  આજકાલના યુવાનો મોટાભાગે પાન પડીકી ના ગલ્લે જોવાતા હોય ત્યારે સમાજ તેમને નિરર્થક ગણી લેતા હોય છે ત્યારે યુવાનો દ્વારા પોતાના રાષ્ટ્ર અને ધર્મ પ્રેમ ને લઇ જ્યારે ભગીરથ કાર્યો કરવામાં આવે ત્યારે સામાજીક દ્રષ્ટિ પણ ખોટી પડતી હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે ગોધરા ખાતે જોવા મળ્યું.

  3. પોલીસ નો રિક્ષા ચાલક ને અભદ્ર ભાષામાં ગાળો બોલી રૂપિયા પડાવતો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે.પંચમહાલ ના પોલીસ ની ફૂલ દાદાગીરી થી રૂપિયા ની માંગ કરતા પોલીસ માણસાઈ નેવે મૂકી લાલચ માં ગોધરા ની બાજુમાં આવેલા પોપટપૂરા બાયપાસ ગોધરા પાસે એક રિક્ષાચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યો ત્યારબાદ એક નેમ પ્લેટ વગરના અનઅધિકૃત જેની દંડ વસુલ કરવાની સત્તા પણ નથી તેવા પોલીસ કર્મચારી દ્વારા રૂપિયા 500 ની લાંચ માંગવામાં આવી, રિક્ષા ચાલકે કાયદેસરની સ્લીપની માગણી કરતા રિક્ષાચાલક પાસેથી 2000 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો અને બીભત્સ ગાળો આપી આવા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ રીક્ષા ચાલક સાથે ગાળાગાળી કરવા બદલ અને ભ્રષ્ટાચારની માંગણીકરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કે કેમ તે લોકપ્રશ્ન છે, નિયમ વિરુદ્ધ હદ વટાવી પોલીસ રૂપિયાની લાલચમાં કાયદા નું ઉલંઘન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વધુ વધુ વાયરલ થઈ રહ્યો છે...
  First published:

  Tags: Gujarati News News, Panchmahal News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन