ગોધરા: આજરોજ ગોધરા ખાતે ઈદે મિલાદ ઉન નબી માહોલ જોવા મળ્યો. મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ગળે મળી અને ઇદ ઉજવવામાં આવી. સવારના પ્રહરે ની ગાઈડ લાઈન પ્રમાણે જૂલુસ પણ કાઢવામાં આવ્યું જેને ગોધરાના માર્ગો પર ફરી હુસેની ચોકમાં સમ્પન્ન કરવામાં આવ્યું.
ગોધરા નગરના વાલ્મીકી વાસ સહિત ઢોલીવાસ, તીરઘરવાસ, કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી દુષિત આવે છે. જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે. આ સંદર્ભે ગોધરા ના નગરજનોએ જણાવ્યું હતું કે, ગોધરાના નગરમાં વાલ્મીકી વાસ સહિત ઢોલીવાસ, તીરઘરવાસ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી દુષિત આવતું હતુ. આ વિસ્તારની પાણીની પાઇપલાઇન માથી લીલ અને શેવાળ ભળી જતાં આ સમસ્યા સર્જાય છે. જેના કારણે મહિલાઓને પીવાનું તથા ઘરવપરાશનું પાણી ભરવા માટે અન્ય સોસાયટીઓમાં જવું પડે છે. જયારે કેટલાક નગરજનો પાણીના જગ વેચાતા મંગાવે છે.
આ બાબતે નગરપાલિકા ના સત્તાધીશો સમક્ષ રજુઆતો કરવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે સમગ્ર રાજ્ય સહિત જિલ્લાઓમાં ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકીયુ છે અને તમામ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાય છે ત્યારે ગોધરા નગરપાલિકાની ઘોર બેદરકારી નો ભોગ આમપ્રજા ભોગવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી અત્યંત દુષિત અને લીલ શેવાળ વાળું આવતાં પાણીજન્ય રોગ થવાની શક્યતા ઉભી થવા પામી છે.
આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશ વિઠ્ઠલભાઈ પરમારે જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં લીલ શેવાળ વાળા પાણીનું સેમ્પલ લઈ જઈ રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી અત્યંત દુષિત અને લીલ શેવાળ વાળું આવે છે જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે ત્યારે આપણા દ્વારા સત્વરે દુષિત પાણીની તપાસ કરી યોગ્ય નિકાલ કરવા માટે ધારદાર રજુઆત કરી હતી આ ઉપરાંત આ વિસ્તારની સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આજ પ્રકારનું પીવાનું પાણી આવશે અને અમારા વિસ્તારના લોકો કઈ પણ કશું થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ની રહેશે તેમ કહી તેમનો આક્રોશ ઠાલવ્યો હતો.
ગોધરાના રેલ્વે સ્ટેશન ખાતે એક્સપ્રેસ ટ્રેનનું ટિકિટ વિતરણ સ્થળ પરથી બંધ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગોધરાના રેલવે સ્ટેશન ખાતે પૂછપરછ કરતા માહિતી મળી કે એક્સપ્રેસ ટ્રેનનું બુકિંગ ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે તેમજ લોકલ ટ્રેનમાં પણ ફક્ત મેમુ નું બુકિંગ સ્થળ પરથી મળી રહેશે. જેનું કારણ કોરોના ના કારણે રેલવે તંત્ર દ્વારા કોરોના ન વધે તે માટે અનુશાસન સાથે રેલ્વે મુસાફરી થાય તે માટે આવું કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવવામાં આવ્યું કે જો ટ્રેનનું રિઝર્વેશન થઈ ગયું હોય તો રેલ્વે સ્ટેશન 90 મિનિટ પહેલા પહોંચવું અને ત્રણ કલાક પહેલા નહીં. ગોધરા જંકશન ખાતેથી મેમુ અને કોટા પાર્સલ જેવી ટ્રેનોનું બુકિંગ મળી શકશે. પરંતુ આ બાબતે રેલવે તંત્ર દ્વારા પ્રજાને કોઈ જાણ ન કરતા મુસાફરી હેતુથી આવેલા મુસાફરો અને સ્થળ પરથી બુકિંગ ન મળતા હાલાકી સર્જાઇ હતી... જોઈએ વિડિયો