Home /News /madhya-gujarat /

Daily Highlights: પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો

Daily Highlights: પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો

પંચમહાલ

પંચમહાલ હાઈલાઈટ્સ

નિમિષાબેન સુથાર વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન મોર ક્યારે સમાપ્ત થશે એ વિષે આદિવાસી સમાજના આગેવાન પ્રવીણ પારગી દ્વારા સાતમા દિવસે વાત ?

    પંચમહાલઃ ગોધરાના જાફરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કનેલાવ તળાવ ની પાળે સ્પોર્ટ્સ સંકુલ ની પાછળ ના ભાગમાં બનાવવામાં આવેલો સુવિધા પથ જે june 2020 માં શરૂ કરવામાં આવ્યો તેમજ લાંબા ગાળાના સમય બાદ ચોમાસા પહેલા તે કામ પૂર્ણ કરવામાં આવ્યું. એજન્સી દ્વારા બનાવવામાં આવેલા સુવિધા પથ રસ્તાની કામગીરી શંકાના દાયરામાં આવે કેવી છે પરંતુ તંત્ર આ કામગીરી થી અજાણ છે કે કેમ? ટૂંક સમય પહેલાં બનાવવામાં આવેલો રસ્તો આજે ભયાવહ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે તેમજ કોન્ટ્રાક્ટર તેમજ એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીની સ્થળ ચકાસણી તેમજ મટીરીયલ ની ચકાસણી થાય તેવી લોકમાંગ ઉઠી છે.

    2. હાલના સમયમાં આજની પેઢી પોતાની બર્થ ડે કેક કાપી, મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવણી કરે છે. ત્યારે ગોધરા ના યુવાન આર્ષ પુરોહિત દ્વારા આજ રોજ પોતાના ૨૫ માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આર્ષ દ્વારા સવા લાખ મંત્રો નાં જાપ કરી આજના સમયમાં મીણબત્તી ઓલવી ને જન્મદિવસની ઉજવણી કરવા ના ટ્રેન્ડ વચ્ચે હવન કરી પોતાના માટે પોતાના પરીવાર ની સુખ, સમ્રૃદ્ધી તથા સ્વાસ્થ્ય માટે શક્તિ ઉપાસના કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી... જોઈએ વિડિયો...

    3. નિમિષાબેન સુથાર વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન મોર ક્યારે સમાપ્ત થશે એ વિષે આદિવાસી સમાજના આગેવાન પ્રવીણ પારગી દ્વારા સાતમા દિવસે વાત કરવામાં આવી.. જોઈએ વિડિયો...
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन