Home /News /madhya-gujarat /Godhra Daily Highlights:ગોધરાના કોઈન માસ્ટર નું coin collection

Godhra Daily Highlights:ગોધરાના કોઈન માસ્ટર નું coin collection

કોઈન માસ્ટર

"કોઈન માસ્ટર" નું બહુ કીમતી collection..

Godhra news: દુનિયામાં લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોય (People have different kinds of hobbies) છે, અને તે શોખ પૂરા કરવા માટે તેઓ અનેક પૈસા ખર્ચતા હોય છે. આવા સમયમાં ગોધરાના (Godhra news) એક વ્યક્તિને શોખ પાછળ પૈસા ખર્ચવાને બદલે પૈસા પાછળ પૈસા ખર્ચવાનો શોખ જાગ્યો.

વધુ જુઓ ...
    ગોધરાઃ ગોધરા નગરની (Godhra news) નગરયાત્રાએ નીકળે તો ખ્યાલ આવે કે નામ મોટા અને દર્શન ખોટા જેવી પરિસ્થિતિ સર્જાઈ. ગોધરા નગરના તમામ મુખ્ય માર્ગો જે અતિશય બિસ્માર (Main road in Godhra) હાલતમાં જોવા મળ્યા. જેમાં ગોધરા ના મુખ્ય માર્ગો ગોધરા બસ સ્ટેન્ડ પાસે નો રોડ, અટલ ઉધાન બગીચો, તેમજ મોદીની વાળી થઈ અને ગોધરા રેલવે સ્ટેશન તરફ જવાનો મુખ્ય માર્ગ, પાંજરાપોળ, ચિત્રા સિનેમા રોડ જેવા તમામ મુખ્ય માર્ગો તેમજ કલેક્ટર કચેરી તરફ જવાનો સરદાનગર ખંડ તરફથી જતો માર્ગ ખખડધજ જોવા મળ્યા. રહીશો અને દુકાનદારો તંત્રથી પરેશાન જોવા મળી રહ્યા છે.

    રહીશોનું કહેવું છે કે કેટલાક લોકોને આ રસ્તા પર જતા પડી જવાથી ફેક્ચર પણ થઇ ચુક્યા છે તેમજ છેલ્લા બે વર્ષથી આ રસ્તાની હાલત જૈસે થે છે. પાલિકાની બેઠકો અને પ્રમુખો બદલાઈ ગયા પરંતુ આ રસ્તા તરફ ધ્યાન દોર્યું નથી. તેમજ મુખ્ય માર્ગો ઉપર ધંધો રોજગાર ચલાવતા દુકાનદારો દ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ છે કે તેની ઉપર પડેલા ખાડા ના કારણે ત્યાં પાણી ભરાઈ રહે છે અને ગંદકી થઇ જાય છે સાથે સાથે રસ્તો અવરજવર માટે યોગ્ય ન હોવાથી ગ્રાહકો ત્યાં આવવાનું પસંદ કરતા નથી જેના કારણે વેપારીઓ દ્વારા તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો પરંતુ તંત્ર આ બધી બાબતે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

    ૨. દુનિયામાં લોકો ને અલગ અલગ પ્રકારના શોખ હોય છે, અને તે શોખ પૂરા કરવા માટે તેઓ અનેક પૈસા ખર્ચતા હોય છે. આવા સમયમાં ગોધરાના એક વ્યક્તિને શોખ પાછળ પૈસા ખર્ચવા ને બદલે પૈસા પાછળ પૈસા ખર્ચવાનો શોખ જાગ્યો.

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ પાસે રહેતા શાંતિલાલ પરમાર ની આ વાત છે. જેમને અલગ-અલગ પ્રકારના અને તમામ સિક્કાઓ નો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ સિક્કાઓનો સંગ્રહ કરી રહ્યા છે. જ્યારે તમને શરૂઆત કરી ત્યારે કેટલાક લોકો તેમને મુર્ખા ગણતા પરંતુ આજે તેમની પાસે ૫૦૦ કરતાં વધારે અલગ-અલગ પ્રકારના ભારતીય અને ભારતની બહારના અનેક સિક્કાઓનું કલેકશન છે. જેની કિંમત કદાચ આજના સમયમાં બહુમૂલ્ય હશે.

    શાંતિલાલ પરમાર વ્યવસાયે સરકારી નોકરી કરતા હતા. સામાન્ય પહેરવેશ અને સામાન્ય રહેણીકરણી ધરાવતા શાંતિલાલ પરમાર નો શોખ આજે તેમને અલગ મુકામે લઈ જઈ શકે છે. તેમની પાસે ૧૯૭૪ થી લઈને આજ દિન સુધીના અને જે ક્યાંય ઉપલબ્ધ ન હોય અથવા તો તે ખૂબ જ જૂજ હોય તેવા સિક્કાઓ તેમના સંગ્રહમાં છે. જેમાં એક પૈસા થી લઈને 1000 રૂપિયા સુધીના સિક્કાનો સંગ્રહ તેમની પાસે છે. એક પૈસા ના અનેક છાપ ધરાવતા સિક્કા તેમજ પાંચ પૈસા, 20પૈસા, 50 પૈસા ,એક રૂપિયો ,બે રૂપિયા, પાંચ રૂપિયા ,દસ રૂપિયા 20 રૂપિયા, 50 રૂપિયા, સો રૂપિયા, ૧૨૫ રૂપિયા તેમજ 500 અને 1000 રૂપિયા ના પણ વિભિન્ન છાપો ધરાવતા અનેક સિક્કાઓ ગોધરાના કોઈન માસ્ટર પાસે ઉપલબ્ધ છે. તેમજ ભારત બહારનાં પણ બહુમૂલ્ય સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં ઉપલબ્ધ છે. જેની કિંમત આજના સમયમાં કદાચ લાખો કરોડોમાં હોઈ શકે. તેમને પોતાના આશોક પાછળ ૪૦ વર્ષનો સમય ફાળવ્યો છે અને તેનું પરિણામ આજે તેમને આનંદિત કરી રહ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra. Panchmahal News, Gujarati News News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन