Home /News /madhya-gujarat /

Daily Highlights: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં કચરાના ઢગલામાં ત્રણ ગાયો મૃત હાલતમાં મળી

Daily Highlights: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં કચરાના ઢગલામાં ત્રણ ગાયો મૃત હાલતમાં મળી

પંચમહાલ

પંચમહાલ મૃત ગાયો મળી

ગાયો દિવસભર ગામ, સીમ, આસપાસના ખેતરોમાં અને રોડપર ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં ચારો ચરીને ગુજરાન ચલાવે છે.

  પંચમહાલઃ "આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા 75"ની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- ગાંધીનગર તથા નિયામક , આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી ની કચેરી, જિલ્લા પંચાયત જિ. પંચમહાલ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ - પોપટપુરા ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કાલોલ નગરપાલીકા ખાતે આયુષ અવેરનેસ મેગા નિદાન - ચિકિત્સા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.

  જે અંતર્ગત કેમ્પ નો શુભારંભ પ્રમુખ, કાલોલ નગરપાલીકા શેફાલી બેન ઉપાધ્યાય ના વરદ હસ્તે કરવામાં આવ્યું. કેમ્પ ના ઉદ્દઘાટન સમારોહ માં પંચમહાલ જિલ્લા ના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુનિલ બામણીયા તેમજ ભા.જ.પા.ડોકટર સેલ ના ડો.યોગેશભાઈ પટેલ અને પ્રમુખ, રેડ ક્રોસ સોસાયટી, કાલોલ ઉપસ્થિત રહ્યા હતા. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સાંધા ના રોગ, સ્ત્રી રોગ, ચામડી ના રોગ, સ્થૂળતા વગેરે રોગો નુ નિદાન કરી આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિ:શુલ્ક ચિકિત્સા સારવાર આપવામાં આવી.

  જેમાં આયુર્વેદ લાભાર્થી ૧૫૬ અને હોમિયોપેથીના લાભાર્થી ૯૮ રહ્યા.ગ્રામજનો ને ઘર આંગણાની ઔષધો નુ નિદર્શન તથા તેના ઘરગથ્થુ ઉપચારો ની સમજ આપવામાં આવી. કેમ્પ ખાતે યોગ નિદર્શન કરવામાં આવ્યું. તથા યોગ ના ફાયદા સમજાવવા માં આવ્યા.તેમજ કાલોલ નગરજનો દ્વારા રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃત પેય ઉકાળા નો લાભ લેવામાં આવ્યો.મેલેરીયા કામગીરી અંતર્ગત મેલેરીયા નિર્મૂલન જાગૃતિ અંગે પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું. આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત તથા મ. અ. હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરાના અન્ય સ્ટાફ ગણ દ્વારા કેમ્પ ખાતે સેવા આપવા માં આવી.

  ૨. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી નિશાબેન ચૌહાણ ના જાતિ પ્રમાણપત્ર સામે ઊભા થયેલા વિવાદો વચ્ચે તેઓને આદિજાતિ વિકાસ વિભાગ નો હવાલો સુપ્રત કરવા સામે આદિવાસી સમાજના સંગઠનો અને યુવા કાર્યકરો દ્વારા શરૂ થયેલા સામૂહિક વિરોધના ભાગરૂપે ગોધરા કલેકટર કચેરી બહાર અનુસૂચિત જનજાતિના બોગસ પ્રમાણપત્રો વિરુદ્ધ લડત સમિતીના કન્વીનર અને આદીવાસી સમાજના અગ્રણી પ્રવીણ પારગી સમેત અન્ય યુવા અગ્રણીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની નજરો વચ્ચે બોગસ એસ.ટી સર્ટીફીકેટ વાળા નિમિષાબેન સુથારને પદ ઉપરથી દૂર કરવાના બેનર સાથે અચોક્કસ મુદતના ધરણાં ઉપર બેસી ગયા ને આજે ત્રીજો દિવસ પૂરો થાય છે

  ત્યારે ગોધરા કલેકટર કચેરીની બહાર જ્યાં ધારણા કરવામાં આવ્યા છે તેની આસપાસ ગંદકીનું પ્રમાણ વધી ગયું હોવા છતાંય તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવતી નથી તેમજ ગોધરા કલેકટર કચેરીની બહાર જ આવેલી બે સ્ટ્રીટલાઈટ સદંતર બંધ રહેતા રાત્રિના સમયે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે.

  પરંતુ લડત સમિતીના કન્વીનર અને આદીવાસી સમાજના અગ્રણી પ્રવીણ પારગી નું કહેવું છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે છતાં અમે અડગ રહીશું અને તેમના દ્વારા આજે સવારના સમયે તેઓના ધરણાની આસપાસની જગ્યાએ સાફ-સફાઈ કરવામાં આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ફક્ત ધરણા જ નહીં પરંતુ અમે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ છીએ. હવે જોવાનું એ છે કે આ અચોક્કસ મુદતની લડત સામે તંત્ર શું જવાબ આપે છે!!!

  ૩.કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સુરેલી રોડ સરકાર આરોગ્ય કેન્દ્ર પાસે ગુરુવારે સવારે રોડ પર ફેંકલા કચરાના ઢગલા પાસે ત્રણ ગાયો મૃત હાલતમાં અને અન્ય પાંચ ગાયો ગંભીર હાલતમાં જોવા મળતા ગાયો માટેની ધાર્મિક લાગણીને પગલે લોકોમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. વેજલપુર ગામમાં મોટા ભાગની ગૌચર જમીનો પર ગેરકાયદે દબાણો બની જતા ગામમાં ફરતી ગાયો રોડની બાજુમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં કચરો ખાવા મજબૂર થતી હોય તેવી દુર્દશા જોવા મળે છે.

  જે ગોચર જમીનોને અભાવે અને સ્થાનિક પશુપાલકોની નિષ્કાળજીને કારણે અનેક ગાયો ગામમાં અને ગામની સીમમાં રખડતી ગાયો જોવા મળે છે, જે ગાયો દિવસભર ગામ, સીમ, આસપાસના ખેતરોમાં અને રોડપર ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં ચારો ચરે છે. જે મધ્યે ગુરુવારે સવારે સુરેલી રોડ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડની સાઈડમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગની આસપાસ અલગ અલગ જગ્યાએ કોઈ અગમ્ય કારણોસર ત્રણ ગાયો મૃત હાલતમાં અને પાંચ ગાયો ગંભીર હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક વેજલપુર અને ગોધરા પશુ ચિકિત્સકોને જાણ કરતા તાત્કાલિક પશુ ચિકિત્સકો વેજલપુર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

  જે પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત ગાયોની બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સારવાર હાથ ધરી છે. જે પશુ ચિકિત્સકોના પ્રાથમિક તપાસમાં સંભવિત ગુરુવારે સવારે વેજલપુર ગામના સુરેલી રોડ વિસ્તારમાં આવેલા કોઈ ખેતરમાં ઘાસચારા કે કોઈ ધાન્ય ખતેરમાં છાંટેલી ઝેરી દવા ખાઈ જવાથી ગાયો ભોગ બની હોવાનું તારણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વેજલપુરમાં ગુરુવારે સવારે રખડતી એવી અબોલ ત્રણ ગાયોના મોતની દુર્ઘટનાને પગલે રખડતી ગાયોની દુર્દશા માટે જવાબદાર કોણ અને રખડતા પશુઓના નિવારણ માટે તંત્ર દ્વારા કેવા અસરકારક પગલાં લેવામાં આવશે એ ઉકેલ માંગતો કોયડો બની ગયો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Cow, Gujarati News News, Panchmahal News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन