Home /News /madhya-gujarat /

Panchmahal Daily Highlights: ગોધરામાં દિવાળીની તૈયારી, બજારમા ટ્રાફિક ના સર્જાય તેની તકેદારી રખાશે

Panchmahal Daily Highlights: ગોધરામાં દિવાળીની તૈયારી, બજારમા ટ્રાફિક ના સર્જાય તેની તકેદારી રખાશે

પંચમહાલમાં

પંચમહાલમાં દિવાળીની તૈયારીઓ

નગરપાલિકાના કર્મચારીઓ ના આ રીઢા વલણને લઇને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે....

  પંચમહાલઃ દિવાળીને (diwali ) ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર પંચમહાલ જિલ્લામાં બજારો ધમધમી રહ્યા છે. દિવાળીમાં લોકો ઘરની સાફ-સફાઈ ,મીઠાઈઓ કપડાની ખરીદી તેમજ ફટાકડા ની ખરીદી કરતા હોય છે. ત્યારે ગોધરા શહેરમાં ફટાકડાના બજારોને લઈ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ગોધરામાં દર વર્ષે લાલબાગ ટેકરી મેદાન ખાતે એક જ સ્થળે ફટાકડાના અનેક સ્ટોલ કરવામાં આવે છે જેમાં અનેક પ્રકારના ફટાકડા એક જ જગ્યાએ મળી રહે અને બજારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે.

  ગોધરા લાલબાગ મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાના સ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે જેની તૈયારીઓને આખરી ઓપ મળી રહ્યો છે. આ વર્ષે ફટાકડાના ૨૦ સ્ટોલ બનાવાઈ રહ્યા છે. ગત વર્ષ દરમિયાન ફટાકડા બજારોમાં મંદીનો માહોલ હોવાને કારણે ફટાકડા વિક્રેતાઓ મા નારાજગી જોવા મળી હતી પરંતુ જ્યારે આ વર્ષે વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં થવાને કારણે કોરોના અંકુશમાં હોય તેવું જોવાઈ રહ્યું છે તેમજ પાછલા દિવસોમાં ઉજવવામાં આવેલ તહેવારોને જોઈએ તો આ વર્ષે દિવાળીનો માહોલ પણ પ્રજા ઉત્સાહપૂર્વક મનાવી શકશે તેઓ જોવાઇ રહ્યો છે.

  જેને લઇને ફટાકડા ના વિક્રેતાઓમાં ધંધા ને લઈને આશાની કિરણો જોવા મળી રહી છે. સાથે સાથે ફટાકડા વિક્રેતા દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે પ્રોડક્શન ઓછું હોવાને કારણે તથા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ જવાથી ફટાકડાના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

  જ્યારે લાલબાગ ટેકરી મેદાનમાં ફટાકડા સ્ટોલ અને આખરી મળી રહ્યો છે ત્યારે બીજી તરફ મેદાનની વચ્ચોવચ ગણેશ વિસર્જન દરમિયાન બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ નો ખાડો આવેલો છે. જે ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ નગરપાલિકા દ્વારા તેમાંથી કૃત્રિમ તળાવ બનાવવાના હેતુથી જે પ્લાસ્ટિક પાસ કરવામાં આવ્યું હતું તેને કાઢ્યા વગર જ તેની ઉપર માટી પૂરી દેવામાં આવી જેના કારણે પાણી જમીનમાં શોષાઈ શક્યું નહીં જેથી એટલી હદે કીચડ થઇ જવા પામ્યું કે જો તે સ્થળે ઉભા રહેવામાં આવે તો ક્યારે અંદર ગરકાવ થઈ જવાય તે કહી ન શકાય.

  આ વાતને લઇ ફટાકડા વિક્રેતાઓ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી પરંતુ સંતોષજનક જવાબ ન મળતાં વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. નગરપાલિકા પ્રમુખ જાતે સ્થળ ઉપર પરિસ્થિતિ નિહાળવા માટે આવ્યા હતા તે દરમિયાન તેના દ્વારા નગર પાલિકાના કર્મચારી ને ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું કે કર્મચારી પોતાની અંગત ખરીદીમાં વ્યસ્ત હોય તેમને પોતાના જ દ્વારા કરવામાં આવેલા અધૂરા રાખવામાં આવેલા પ્રજાલક્ષી કામો માં કોઈપણ પ્રકારનો રસ જોવાઈ રહ્યો નથી.

  નગરપાલિકાના કર્મચારીઓ ના આ રીઢા વલણને લઇને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. ફટાકડાના વિક્રેતાઓ દ્વારા કહેવામાં આવ્યું કે જો નગરપાલિકાના પ્રમુખ ના કહેવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી તો સામાન્ય માણસનો અવાજ તો તેમના કાનો સુધી પડવાનો જ નથી. આખરે ગોધરા નગરપાલિકાના કર્મચારીઓ પ્રજાલક્ષી કામો ક્યારે કરશે!! એવા લોકો પ્રશ્નો ચર્ચાયા...

  ૨. પંચમહાલ જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની કામગીરી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે જેને કારણે બાલિકાઓ નો ડ્રોપ આઉટનો દર ઘટ્યો છે તેમજ શિક્ષણ નો વધારો પણ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના DPEO ડો. વી એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૬ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી છે જેમાં ૧૭૫૦ બાળકીઓ ભણી રહી છે જિલ્લામાં આવેલી કેજીબીવી વિદ્યાલય ખાતે બાળકીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તેમજ તેજ સંકુલમાં નજીકમાં તેમને પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે સાથે સાથે કેજીબીવી દ્વારા વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે ડો. વી એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગતરોજ ચંચોપા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા પંચમહાલ જિલ્લાનું ગૌરવ પણ વધારવામાં આવ્યું.

  ગતરોજ રાજ્યકક્ષા ઇન્ટર સ્કુલ બેન્ડ કોમ્પિટિશન 2021માં ઝોન કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય કક્ષાની કુમાર અને કન્યા ની ટીમો રિવરફ્રન્ટ પાલડી અમદાવાદ ખાતે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી ગુજરાત સરકાર ના અધ્યક્ષ પણા હેઠળ જે સ્પર્ધા યોજાઈ.તેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર કિરીટસિંહ પરમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, ગુજરાત પોલીસ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સમગ્ર શિક્ષા અભિયાનના એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જયશ્રી દેવાંગન , પ્રકાશ ત્રિવેદી શિક્ષણ સચિવ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ઉપસ્થિતિ રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા. ગુજરાતના પાંચ ઝોનમાંથી સિલેક્ટ થયેલી પ્રથમ અને દ્વિતીય નંબરની કુમાર અને કન્યાની ટીમો ૧૮ ટીમોએ ભાગ લીધો.

  સ્પર્ધક તમામ ટીમોએ પોતાના બેન્ડ ઉપર અલગ-અલગ દાવ રજૂ કર્યા. ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશન રાજ્યકક્ષાની જ્યુરી દ્વારા ૧૮ ટીમોમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય કુમાર અને પ્રથમ દ્વિતીય તૃતીય કન્યાઓની ટીમો પસંદ કરવામાં આવી. જેમાં પંચમહાલ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચંચોપા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કેજીબીવી અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

  દ્વિતીય વિજેતાને 15000 રૂપિયા રોકડ ઈનામ ટ્રાફિ તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ભાગ લેનાર તમામ ટીમોને શાળા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ અધિક્ષક પંચમહાલ ડો.લીના પાટીલ ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા જેન્ડર કો ઓર્ડીનેટર અને મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અંજનાબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ચંચોપાની દીકરીઓ કન્યા વિભાગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
  First published:

  Tags: Diwali 2021, Gujarati News News, Panchmahal News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन