Home /News /madhya-gujarat /

Daily Highlights: શહેરા તાલુકાના ધાંધલપુર ગામે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

Daily Highlights: શહેરા તાલુકાના ધાંધલપુર ગામે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

પંચમહાલ

પંચમહાલ શરદ પૂનમની ઉજવણી

ગોધરા શહેર માં આવેલી શારદા મંદિર સ્કૂલ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સ્થિત સ્વામિ પ્રેમદાસ થાલા દરબાર ના સેવકો દ્વારા અનોખી રીતે શરદપુનમ ની ઉજવણી કરવામાં આવે છે

  પંચમહાલઃ ગતરોજ શરદ પૂનમની ઉજવણી (sharad poonam) પંચમહાલ જિલ્લામાં (panchmahal news) અનેક રીતે જોવા મળી. કેટલીક જગ્યાઓએ હોમ-હવન નવચંડી તથા કેટલીક જગ્યાઓએ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ શરદપૂનમની રાત્રે દૂધ પૌઆ (dudh pauva) ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ત્યારે ગોધરા શહેર માં આવેલી શારદા મંદિર સ્કૂલ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સ્થિત સ્વામિ પ્રેમદાસ થાલા દરબાર ના સેવકો દ્વારા અનોખી રીતે શરદપુનમ ની ઉજવણી કરવામાં આવે છે અને તેનો લાભ લેવા માટે પંચમહાલ જિલ્લાના ગામોમાંથી તો ખરા જ પરંતુ દૂર દૂરથી અનેક લોકો આવતા હોય છે.

  દર શરદપૂનમની રાત્રે શારદા મંદિર સ્કૂલ ખાતે સ્વામી પ્રેમદાસ થાલા દરબાર ના સેવકો દ્વારા વિશિષ્ટ દૂધપૌંઆ તૈયાર કરવામાં આવે છે. તે વિશેષ એટલા માટે છે કારણકે તે દૂધ પૌવા માં ચિત્રકૂટ થી દવા બુટી મંગાવવામાં આવે છે તે દૂધ પૌવા માં મિશ્રિત કરવામાં આવે છે તેમજ તેમના એક સેવક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે 1971 થી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં ચિત્રકૂટ ની જડીબુટી યુક્ત દૂધ પૌઆને પૂનમની રાત્રે તૈયાર કરી સંપૂર્ણ રાત્રી દરમિયાન ચંદ્રની શીતળતા માં મૂકવામાં આવે છે અને ત્યારબાદ સવારના સૂર્યોદય પહેલાં આ પ્રહરમાં તેનું સેવન કરવામાં આવે છે.

  તેનું સેવન કરવાથી કફ દમ તથા અસ્થમા જેવી બીમારીઓ દૂર થાય છે. તેમજ દર વર્ષે અનેક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અગાઉથી પોતાનું નામ લખાવી ને આ દૂધ પૌવા નો લાભ લેવા માટે આવી જતા હોય છે. સવારના 04:00 થી લઇ અને 5:30 સુધીમાં આ દૂધ પૌવા નું સેવન કરવામાં આવે છે અને તેનો લાભ લેવા માટે પંચમહાલ જિલ્લાની આસપાસના તેમજ પંચમહાલ જિલ્લામાં આવેલા અનેક ગામોમાંથી લોકો આવે જ છે અને તેઓના અભિપ્રાય પ્રમાણે ઘણા બધા લોકોને તેનાથી દમ અને અસ્થમા જેવી બીમારીઓમાં રાહત મળી છે. તેમજ શરદપૂનમે અને આવનારી બીજી બે પૂનમ ના દિવસે આ કાર્ય દર વર્ષે કરવામાં આવે છે જેના માટે કોઈપણ પ્રકારનું વળતર કે કાંઈ પણ લેવામાં આવતું નથી. ગોધરામાં છેલ્લા આજથી દસ વર્ષથી ગીરીશભાઈ આ સેવા આપી રહ્યા છે અને તેમની નજર સમક્ષ કેટલાય લોકોને દમ અને અસ્થમા જેવી બીમારીઓ માંથી છુટકારો મળ્યો છે.

  ૨. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શહેરા તાલુકાના ધાંધલપુર ગામે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨ ઓક્ટોબર તથા તારીખ ૨૩ ઓક્ટોબર નાં રોજ યોજાશે.વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી યોજાશે.વિશ્વ પ્રતિષ્ઠિત લંડન, બોલ્ટન, આફ્રિકા અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ રેલીમાં ઉપસ્થિત રહેશે.સંગેમરમરની મૂર્તિઓ પધરાવી તેની પ્રતિષ્ઠા થશે.સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે પંચમહાલનું પ્રથમ શિખરબંધ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨/૧૦/૨૦૨૧ અને તારીખ ૨૩/૧૦/૨૦૨૧ આમ બે દિવસ યોજાશે.

  ૩.આપકે દ્વાર આયુષ્યમાન અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો.પૈસાના અભાવે રાજ્યનો કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ તબીબી સારવારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે.રાજ્યના ૮૦ લાખથી વધુ પરિવારોને આવરી લેવાશે. આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર દ્વારા મેગા હેલ્થકેમ્પ અંતર્ગત સંજીવની રથમાં વિનામૂલ્યે પેપ સ્મિયર, મેમોગ્રાફી ટેસ્ટની સુવિધાઓનો લાભ અપાયો.ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સુવિધાઓના નવીનીકરણ, અદ્યતનીકરણ, પ્રસ્તાવિત મેડિકલ કોલેજની સુવિધાઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓની સાથે મંત્રીની બેઠક યોજવામાં આવી.
  First published:

  Tags: Panchmahal News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन