૧. ગતરોજ ગોધરાની શુક્લ સોસાયટી ખાતે કરવામાં આવેલા નવરાત્રી ના સુચારૂં આયોજનમાં ગોધરા ની શેરી ગરબા સંવર્ધન સમિતિ ના આગેવાનોને માતાજીની આરતી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શેરી ગરબામાં પણ શ્રેષ્ઠ આયોજન ગણાતું એવું ગોધરાની શુક્લ સોસાયટી નું નવરાત્રિનું આયોજન ગણી શકાય. તથા આરતી ના કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૨. ગોધરામાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા ઉપર પડેલા ખાડાઓની સમસ્યા થી પ્રજા હેરાન પરેશાન થઇ ચૂકી છે ત્યારે નગરપાલિકાએ તેના ત્વરીત નિકાલ માં ખાડા માં માટીનું પુરાણ કરી તે પ્રશ્ન વધુ જટિલ બનાવી દીધો છે. અત્યાર સુધી પ્રજા ખાડા ના કારણે પરેશાન થઇ રહી હતી હવે તેની અંદર માટીનું પુરાણ કરવાથી અતિશય ધૂળની ડમરીઓ ઉડવા પામે છે. ત્યારે નગરપાલિકાએ દિવસ દરમિયાન રસ્તા ઉપર ની ધૂળ ઉડાડી ને સાફ સફાઈ કરી ચાલુ દિવસે પણ પ્રજાની પરેશાની વધારી ને પોતાનો ખોખલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
૩. ગોધરા ખાતે આવેલી ચશ્માની દુકાનમાં થી મોબાઈલ ચોરી સમગ્ર ધટના સીસીટીવી ફુટેજ માં કેદ ગઠીયો ફરાર. ગોધરા ની જુની પોસ્ટ ઓફીસ પાસે આવેલ ઓપ્ટીક ચશ્મા નામ ની દુકાન માં અજાણ્યો ગઠીયો ચશ્મા ખરીદવા ના બહાને દુકાનમાં આવ્યો અને દુકાનદાર ને વાતોમાં રાખી ખીસ્સામાં મોબાઈલ ફોન સરકાવી બિન્ધાસ્ત રવાના થઈ ગયો સમગ્ર ધટના થઈ સીસીટીવી ફુટેજ માં કેદ, બનાવ અંગે દુકાનદાર ધ્વારા શહેર પોલીસ ને જાણ કરવામાં આવી...
૪. આજે આસો સુદ આઠમ ના રોજ ગોધરા શહેરમાં સર્વ લોકો નાં કલ્યાણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા નાં ચાંચર ચોક માતાજીના મંદિર ના પ્રાંગણ માં દર વર્ષે અલગ અલગ યજમાન દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.આ વર્ષે પણ આસો નવરાત્રી ની આઠમે હરીક્રૃષ્ણ ભાઈ પટેલ દ્વારા યજમાન થઈ ગોધરા ની પ્રજા માટે નવચંડી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી.
૫. શહેરા તાલુકામાં આવેલાં પાનમ ડેમમાં થી આવતી જોધપુર ચોકડી પાસે આવેલા ચોપડદેવી ડુંગર થી આશરે ૧૦૦ મીટરના અંતરે આવેલી ગોધરા તરફ જતી પાણી ની પાઈપલાઈન માં ભંગાણ પડતાં પાણી અતિશય વેડફાઈ રહ્યું છે..જે પ્રત્યે તંત્ર દ્વારા વહેલી તકે એક્શન લેવામાં આવે તેવી અસરગ્રસ્ત રહીશોની માગણી છે...