Home /News /madhya-gujarat /

ગોધરામા બિલ્ડીંગો રંગબેરંગી રોશનીથી ઝળહળી, દિવાળીનો માહોલ જામ્યો

ગોધરામા બિલ્ડીંગો રંગબેરંગી રોશનીથી ઝળહળી, દિવાળીનો માહોલ જામ્યો

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો...

બિલ્ડીંગો ઉપર રોશની ઝગમગી ઊઠી જેના કારણે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે

    1. ગોધરાની સાત નંબર ચોક પાસે રેલવે સ્ટેશન ના ગેટ ની સામે છેલ્લા 13 વર્ષથી પ્રજા રસ્તા માટે ઝંખના કરી રહી હતી. આ વખતે નગરપાલિકાની સત્તા બદલાતા પ્રજાનું સાંભળવામાં આવ્યું અને આખરે 13 વર્ષના અંતે ડામર રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. પરંતુ પ્રજામાં ફેલાયેલી ખુશી વધારે દિવસ ટકી શકશે નહીં કારણ કે બનાવવામાં આવેલો રસ્તો તેની ગુણવત્તાની ગેરંટી કોઈ લઈ શકે તેમ નથી. સ્થળ પર ડામર રસ્તાનું કામકાજ ચાલુ હતું તે દરમિયાન કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર ન હતા તેમજ બનાવવામાં આવતા ડામર રોડની ઉપર જે ડામર પાથરવામાં આવ્યો તેની તાપમાન ની પાવતી માંગતા તે હાજર ન હતી તેમજ ડામર પાથર્યા પહેલા રસ્તાને કોતરવામાં પણ આવ્યો ન હતો. 13 વર્ષે બનાવવામાં આવેલા આ રસ્તાની ગુણવત્તાની ચકાસણી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવવી જોઇએ તેમ જ તેનો ટુકડો કાઢી લેબમાં મોકલી તપાસ કરવી અનિવાર્ય છે જેથી 13 વર્ષે પ્રજાને મળેલો ન્યાય, અન્યાય ન બને....

    2. ગોધરા શહેરમાં સાંજના સમયે પ્રજાની ચહલપહલ વધતા રસ્તાઓમાં ટ્રાફિક જામ થતો જોવા મળ્યો તેમ જ બિલ્ડીંગો ઉપર રોશની ઝગમગી ઊઠી જેના કારણે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    3. આજરોજ ગુરુપુષ્ય નક્ષત્ર ને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લામાં  સોના-ચાંદીની ખરીદી માટે ધસારો જોવા મળ્યો. ગુરુ પુષ્ય નક્ષત્રમા સોનું અને ચાંદી ખરીદી કરવી અતિશય શુભ ગણવામાં આવે છે તેથી ઘણા લોકો આજે સોના-ચાંદીની ખરીદી કરી ઘરમાં શુભ લક્ષ્મી નું સ્વાગત કરે છે. વેપારીઓ સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના મહામારી ના કારણે આ વર્ષે વ્યાપારમાં ઘણી અસર જોવા મળી છે જેને લઇને ગ્રાહકોમાં ૭૦ ટકા જેટલી ઘટ જોવા મળી છે.
    First published:

    Tags: Panchmahal, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन