Home /News /madhya-gujarat /

Daily Highlights: પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ મળ્યો

Daily Highlights: પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ મળ્યો

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો..

ગતરોજ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાની હાર થતાં ગોધરાનાં પોલન બજારમાં પ્રજાજનોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો.

    આજરોજ પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્લામાં કોરોનાનો ભય વ્યાપ્યો.

    ૨. ગતરોજ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ની મેચમાં પાકિસ્તાની હાર થતાં ગોધરાનાં પોલન બજારમાં પ્રજાજનોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો.

    ૩. પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત નું શુભારંભ વિધાનસભા ગૃહ ના ઉપાધ્યક્ષ અને જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમાં શહેરા નગરપાલિકા ખાતે કરવામાં આવેલ હતુ. નગરપાલિકા ખાતે નિરામય દિવસ ના શુભારંભ ને લઈને નિષ્ણાત તબીબોની દ્વારા ડાયાબિટીસ, ઓરલ કેન્સર, સ્તન કેન્સર સહિત સાત પ્રકારના ગંભીર રોગો નુ મેડિકલ કેમ્પમા સારવાર કરવામાં આવનાર છે. આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે સ્થાનિક તાલુકા સહિત જિલ્લાભરમાં થી અનેક લોકો આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ નિરામય ગુજરાત અંતર્ગત રાખવામાં આવેલ આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

    ૪. આજે શ્રી રંગ અવધૂત મહારાજ ના જન્મદિવસ નિમિત્તે ગોધરા નાં રામસાગર તળાવ પાસે આવેલા શ્રી રંગ અવધૂત મંદિર ખાતે ભજન-કિર્તન તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું.ગોધરાના શ્રી રંગ અવધૂત ભક્તો દ્વારા રંગ જયંતી ઉજવવામાં આવી.

    ૫. ગોધરા જેવા નાનકડા શહેરમાં રહેતા ૨ યુવાનો રોનિત પટેલ તથા સિદ્ધાંત પટેલ જેમની ઉંમર ૧૮ અને ૧૯ વર્ષ છે. આ બંને મિત્રો પહેલેથી જ ડ્રોઈંગ તથા ડીઝાઈન માં ખૂબ રસ ધરાવતા હતા.રોનિત હાલ સામાજિક પ્રવાહથી જૂદું ફાઈન આર્ટસ માં અભ્યાસ કરી રહ્યો છે ત્યારે સિદ્ધાંત ડિઝાઈનિન્ગ માં સ્નાતક નો અભ્યાસ કરી રહ્યો છે.આ બંને દ્વારા આગવી રીતે તો ખરું જ પણ સાથે મળીને પણ અકલ્પનીય કલાક્રૃતિઓ બનાવી છે. એક રૂપિયાના સિક્કા જેટલું ચિત્ર હોય કે ભગવાન સ્વામિનારાયણ ની આબેહૂબ પ્રતિકૃતિ હોય તથા જગન્નાથ પુરી મંદિર નું ગુંબજ હોય, વિડિયોમા તેમનું પેશન છલકી રહ્યું છે...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Corona case, કોરોના, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन