પંચમહાલ: ફેસબુક ઉપર ફ્રેન્ડ બની, મિત્રતા કેળવી કિંમતી ભેટ મોકલી આપવાના બહાને કુલ રૂ.૨૮,૪૫,૨૫૯ની ચીટીંગ કરનાર પશ્ચિમ બંગાળ (દાર્જીલીંગ) તથા બિહાર રાજ્યનાં કુલ - ૪ આરોપીઓને ગુરુગ્રામ(ગુડગાવ), હરીયાણા ખાતેથી પંચમહાલસાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા છે.
ગોધરા રેન્જ, ગોધરા સાયબર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરો તથા બેંક ખાતાધારકોની માહિતી મેળવી વાયરલેસ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ આર.એ. સાઠીયા તથા પો.કો. પ્રશાંતકુમાર જયેશભાઇ , પો.કો. રાજેશકુમાર ગોપસિંહ એ સાથે મળી તેનું ઉંડાણપુર્વકનું એનાલીસીસ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ દિલ્હી તથા ગુરુગ્રામ(ગુડગાવ),(હરીયાણા) ખાતે રહેતાં હોવાનું જાણ થતાં પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રા.પો.સ્ટેશન તથા પોલીસ સ્ટાફની ટીમ બનાવી દિલ્હી તથા ગુરુગ્રામ(ગુડગાવ), હરીયાણા ખાતે તપાસમાં જતાં ગુનામાં સંડોવાયેલા ઈસમો મળી આવતાં અટકાયત કરવામાં આવી છે. તથા પકડાયેલા આરોપીઓ એ આ સિવાય વધુ ગુન્હા કરેલ છે કે કેમ ? તથા આ ગુનામાં કયા અન્ય આરોપીઓ સંડોવાયેલ છે તે અંગેની તપાસ ચાલુ છે.
આ આરોપીઓ દ્વારા અલગ- અલગ ફેસબુક આઇ.ડી. ઉપર થી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી, ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારતાં મેસેન્જરથી ચેટ કરી, વોટસએપ નંબર મેળવી તેના ઉપરથી સ્વરૂપવાન છોકરી સાથે ચેટીંગ કરાવડાવી, ફોરેનમાંથી કિંમતી ભેટ મોકલી હોવાનું જણાવી મેસેન્જર, વોટસએપ તથા ફોન ધ્વારા વાતચીત કરી એરપોર્ટમાંથી ગીફટ છોડાવવાની અને ગીફટમાં અમેરીકન ડોલર, સોનાની ચેઇન, બ્રાન્ડેડ ઘડીયાળ, બ્રેસલેટ તથા બ્રાન્ડેડ કપડા હોવાનું જણાવી તેના ફોટા વોટસએપથી મોકલી આપી લાલચ આપી તેને છોડાવવા માટે અલગ-અલગ સર્ટીઓ મેળવવાના બહાના બતાવી તેઓએ આપેલ બૅંક એકાઉન્ટોમાં પ્રોસેસ ફીના નામે ગ્રાહક પાસેથી ઓનલાઇન તેમજ બેંક સ્લીપ ભરી રોકડમાં નાંણા ટ્રાન્સફર કરાવડાવી, તેઓના બેંક એકાઉન્ટમાંથી અન્ય બેંક એકાઉન્ટમાં નાંણા ટ્રાન્સફર કરી એ.ટી.એમ.વિડ્રોલથી ઉપાડી લઇ ગુન્હાને અંજામ આપે છે તેવું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.