Home /News /madhya-gujarat /Bulletin: ગોધરામાં થયેલી કસ્ટોડિયલ ડેથ મુદ્દે 3 ધારાસભ્યોએ કરી માંગ, દૂધ મંડળીના સેક્રેટરી પાસેથી ચીલ ઝડપ

Bulletin: ગોધરામાં થયેલી કસ્ટોડિયલ ડેથ મુદ્દે 3 ધારાસભ્યોએ કરી માંગ, દૂધ મંડળીના સેક્રેટરી પાસેથી ચીલ ઝડપ

જાણો

જાણો ત્રણ ધારાસભ્યો દ્વારા શું માંગ કરવામાં આવી..

Godhra news: ગોધરાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ત્રણ ધારાસભ્યોએ રાજ્યના પોલીસ વડા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ સાથે અરજી કરી.

    ગોધરાઃ ગોધરા શહેરા (Godhra news) પી. ડી.સી. બેંક માથી (PDC bank) રૂપિયા લઈને જતા દૂધ ડેરીના સેકેટરી સાથે ચીલઝડપ (loots) થઈ. ખોડીયાર દલવાડા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી એ બેંક માથી 1,35,000 ઉપાડ્યા હતા. ખોડીયાર દૂધ ડેરીના સેક્રેટરીએ દૂધ સભાસદનો પગાર બેંકમાથી ઉપાડ્યો હતો. ડેરીના સેક્રેટરી કુબેર પગી રૂપિયા લઈને રિક્ષામાં બેસી ગયા બાદ તમારા રૂપિયા નીચે પડ્યા છે તેમ કહેતા રૂપિયા લેવા નીચે ઉતર્યા હતા.રિક્ષામાંથી રૂપિયા ભરેલ પાકીટ લઈને ગણતરીની મિનિટોમાં ચોર ટુકડી ગાયબ થઈ ગઈ હતી.પોલીસ સ્થળ પર આવીને તપાસ કરી શરૂ છે

    ૨. ગોધરાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ત્રણ ધારાસભ્યોએ રાજ્યના પોલીસ વડા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ સાથે અરજી કરી.

    ૩. ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણની મેગા drive નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીકરણથી વંચિત ન રહે તે માટે કલેકટર સુજલ મયાત્રાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન મેગા drive નું વ્યાપક અને સુચારુ આયોજન કરી મોટા પાયે લાભાર્થીઓને રસી આપવામાં આવી.

    ૪. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં ભુરાવાવ વિસ્તારમાં રહેતા જયેશ કુમાર પ્રજાપતિ જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમનો વિષય ચિત્રકલા છે. તેઓને કલા જગત સાથે સંકળાયા બાદ શરુઆતી સમયમાં ઘણી તકલીફો સહન કરવી પડી. ત્યારબાદ તેમણે ચિત્રકળાના શિક્ષક તરીકે શાળામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પરંતુ તેમની અંદર નો કલાકાર હજુ પણ જાગૃત અવસ્થામાં હતો. તેમને એવો વિચાર આવ્યો કે દુનિયાની ઘણી બધી વિશાળકાય કલાકૃતિઓ ને તેઓ નાનામાં નાની કલાકૃતિ કેવી રીતે બનાવી શકે? બસ આજ એક વિચાર લઈ તેમણે શાળા માં વપરાતા બ્લેક બોર્ડ ઉપર લખવા માટેના ચોક ઉપર કોતરણી કરી કલાકૃતિ બનાવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો.
    Published by:ankit patel
    First published:

    Tags: Custodial Death, Panchmahal, Statue of unity, ગોધરા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन