ભારતીય સૈન્યની સંવેદનશીલ અને ગુપ્ત ગતિવિધિઓ ને પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન ની કૂખ્યાત આઈ એસ આઇ એજન્સી ને પહોંચાડવા જાસુસી કાંડ માં ગોધરાના ગીતેલી બંધુઓ ની સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
ગોધરા, પંચમહાલ: ગોધરા ગીતેલી બંધુઓ ના પાકિસ્તાન સ્થિત આઈ.એસ.આઈના જાસુસી કાંડ સંદર્ભે દેશની સુરક્ષા એજન્સી ઓનીચાલી રહેલ ઝીણવટ પૂર્વક ની ગંભીર તપાસો વચ્ચે આજરોજ ઉત્તર પ્રદેશ ખાતેથી સંભવતઃ એન. આઈ. એ. ના બે સત્તાધીશો એ આજ સવારથી ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે આઈ. એસ. આઈ. જાસુસી ચહેરા અનસ ગીતેલી નાં કોલ ડીટેઈલ્સ અને નાણાકીય સંપર્કો માં રહેલા અંદાઝે 30 ઉપરાંત સ્થાનિક રહીશોને વન ટુ વન બોલાવી ને પૂછપરછો શરૂ કરતાં શહેરના મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં આ જાસુસી કાંડની ચર્ચાનો મુદ્દો ઉઠતા પુનઃ ભયભીત બન્યા છે એમાં સુરક્ષા એજન્સી ની તપાસો માં અત્યાર સુધી સલામત રહેતા કેટલાક કેટલાક જાસૂસી ચહેરાઓ બે-નકાબ થાય આ ચર્ચા ઓ મુખ્ય સ્થાને છે.
ભારતીય સૈન્ય ની સંવેદનશીલ અને ગુપ્ત ગતિવિધિઓ ને પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન ની કૂખ્યાત આઈ એસ આઇ એજન્સી ને પહોંચાડવા જાસુસી કાંડ માં ગોધરાના ગીતેલી બંધુઓ ની સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એમા ઈમરાન ગીતેલી ની સૌપ્રથમ ભારતીય નેવીના જાસુસી કાંડ માં અને ત્યારબાદ અનસ ગીતેલી ની પૂર્વ સૈનિક સૌરભ શર્મા સાથે નાં જાસુસી કાંડ માં ઉત્તર પ્રદેશ નાં લખનઉ સ્થિત એ. ટી. એસ. અને એન. આઈ. એ. ના સત્તાધીશો દ્વારા ધરપકડ કરીને ગોધરા માં ઉભા થયેલા આઇ. એસ. આઈ. ના જાસુસી નેટવર્ક નો પર્દાફાશ કર્યો હતો.
આ જાસુસી કાંડ સંદર્ભમાં દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ ઝીણવટ પૂર્વક ની તપાસો માં અનસ ગીતેલી સાથે કોલ ડીટેઇલ્સ અનેક નાણાકીય વ્યવહારો ની તપાસોના રડારમાં આવેલા અંદાઝે ૩૦ થી વધારે સ્થાનિક રહીશો ની પૂછપરછો માટે લખનઉ ખાતે થી આવેલા એન. આઈ. એ ના બે અધિકારીઓ દ્વારા ગોધરા બી ડિવિઝન માં વન ટૂ વન પ્રશ્નોત્તરી ઓ સાથે પૂછપરછો કરી હોવાનું ભારેખમ ચર્ચા ઓ છે. એમાં ૭ જેટલા રહિશો ને અમદાવાદ ખાતે એટીએસ સમક્ષ પૂછપરછો માં હાજર રહેવાની નોટીસ પણ આપી હોવાનું કહેવાય છે.