Home /News /madhya-gujarat /

Godhra News : ગૌભૂમી ગોધરા માં જ ગાયોની તસ્કરી વધી, ગૌવંશ ભરેલો ટેમ્પો ઝડપાયો

Godhra News : ગૌભૂમી ગોધરા માં જ ગાયોની તસ્કરી વધી, ગૌવંશ ભરેલો ટેમ્પો ઝડપાયો

ગોધરામાં

ગોધરામાં ગાયોની તસ્કરી, ક્રૂરતા પૂર્વક ગૌવંશ ભરેલો ટેમ્પો ઝડપાયો

અંદાજે ૧૦ કિમી જેટલો પોલીસે પીછો કરતા ચાલકે ટેમ્પો પૂરપાટ હંકારતા ગોધરા માં ભુરાવાવ ચોકડી પાસે પોલીસ બેરીકેટને અવગણી ગોધરા શહેર માં પ્રવેશ કરી ગોધરા સિવિલ હોસ્પિટલ રોડ તરફ ટેમ્પો પુર ઝડપે હંકારી...

    Shivam Purohit, Panchmahal: ગૌભુમી (gaubhumi) ગણાતાં પંચમહાલ જિલ્લાના ગોધરા (godhra) માં જ ગાયોની (cows) ગેરકાયદેસર રીતે કતલ કરવાનાં ઇરાદે તસ્કરી (smuggling) નાં કિસ્સા ઓ હાલના સમયે વધુ જોવા મળી રહ્યાં છે. એવો જ એક કિસ્સો ગતરાત્રે ગોધરા નાં બહારપુરા વિસ્તાર પાસે જોવા મળ્યો હતો. રાત્રી નાં સમયે બહારપુરા પાસે એક ટેમ્પો પુરપાટ ઝડપે આવતો હતો તેની પાછળ પીછો કરતાં LCB પોલીસ જે પોતાના ખાનગી વાહનમાં પીછો કરી રહ્યા હતા તેમણે ટેમ્પો ની આગળ જઈ ટેમ્પો ને રોકવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલકે પોલીસ ની ખાનગી વાહન ઉપર ટેમ્પો ચઢાવી જાનલેવા હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

    ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં કતલખાને ગૌવશ લઇને જતા ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો માં ક્રૃરતા પુર્વક ગૌવંશ ભરીને જાય છે તેવી પોલીસ ને બાતમી મળતાં ટેમ્પો નો પીછો કરવામાં આવ્યો હતો. પાયલોટિંગ કાર સાથે જઈ રહેલા ટેમ્પાનો પોલીસે પીછો કર્યો હતો જેની ટેમ્પો ચાલક ને ખબર પડતાં સામાન્ય જનજીવન જોખમાય એ રીતે પુરપાટ ઝડપે ટેમ્પો હંકારી બેફામ ટેમ્પો ભગાડ્યો હતો.

    અંદાજે 10 કિમી જેટલો પોલીસે પીછો કરતા ચાલકે ટેમ્પો પૂરપાટ હંકારતા ગોધરા માં ભુરાવાવ ચોકડી પાસે પોલીસ બેરીકેટને અવગણી ગોધરા શહેર માં પ્રવેશ કરી ગોધરા સિવિલ હોસ્પિટલ રોડ તરફ ટેમ્પો પુર ઝડપે હંકારી મૂક્યો હતો અને ટેમ્પા નો અંદાજે 10 કીમી થી ખાનગી વાહનમાં પીછો કરતા LCB પોલીસ દ્વારા જીવનાં જોખમે બહારપુરા વિસ્તાર પાસે ટેમ્પો ને ઓવરટેક કરીને આગળ નીકળતા ટેમ્પો ચાલકે પોલીસ નાં ખાનગી વાહન ઉપર ટેમ્પો ચઢાવી જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ તે સફળ ન જતા ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.

    ટેમ્પો પલ્ટી જતાં 6  ગૌવંશ જે ક્રૃરતાપુર્વક ભરીને લઈ જવાતા હતા તેમને ઇજા પહોંચી હતી તેમાંથી એક ગૌવંશ અકસ્માત સર્જાતા ટેમ્પામાંથી છૂટતા જ દૂર દોડિ ગયો હતો. ટેમ્પોમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી અન્ય પાંચ જેટલી ગાયોને નાનીમોટી ઇજાઓ પહોંચતા ગૌશાળામાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ચાર ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ગાય, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર