Covid-19 : કોરોના વિશે સોશિયલ મીડિયામાં અફવા ફેલનારાઓની ખેર નથી, પોલીસે નોંધી ફરિયાદ

Covid-19 : કોરોના વિશે સોશિયલ મીડિયામાં અફવા ફેલનારાઓની ખેર નથી, પોલીસે નોંધી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસને લગતી માહિતી ખરાઈ કર્યા વગર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પહેલાં સાવધાન

  • Share this:
    પંચમહાલ : કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનારા અને મૃત્યુપામનારા લોકો વિશે સત્તાવાર માહિતી સરકારનો સ્વાસ્થ્ય વિભાગ આપી રહ્યો છે. દરમિયાન લોકો કોરોના વાયરસ વિશે સોશિયલ મીડિયામાં જાત જાતની માહિતી અને અફવાઓને ખરાઈ કર્યા વગર પોસ્ટ કરી રહ્યા છે. તેવામાં પંચમહાલ પોલીસે સોશિયલ મીડિયામાં કોરોનાથી મોત વિશે ખોટી માહિતી મૂકનારા બે વ્યક્તિ પર પોલીસ ફરિયાદ નોંધી છે. આમ હવે કોરોના વાયરસ વિશે અફવાઓ ફેલાવરનારાઓની ખેર નથી.

    બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં બે વ્યક્તિએ વૉટ્સએપ ગ્રુપમાં કોરોના વાયરસથી ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની ખોટી માહિતી પોસ્ટ કરી હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પોલીસ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં આવા તત્વો પર સાયબર સેલના માધ્યમથી ફરિયાદ નોંધી રહી છે.



    આ પણ વાંચો : Covid-19 : સુરતમાં 61 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, બિલ્ડીંગના 1200 રહેવાસીને ક્વૉરન્ટાઇન કરાયા

    ગીરસોમનાથ જિલ્લામાં પણ ગઈકાલે એક શખ્સ વિરુદ્ધ કોડિનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. માહોલ ખોરવાય અથવા તો અફરા તફરી મચે તેવી ચીજો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવું હવે ભારે પડી શકે છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અફવાથી કોઈ દોરાય નહીં તેવી પોલીસે અપીલ કરી છે.

    આ પણ વાંચો : Coronavirus : કોરોનાનો ખાત્મો બોલાવતી 'સંજીવની જડીબુટ્ટી' ભારતમાં, ટ્રમ્પે PM મોદી પાસે માંગી દવા

    રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 122

    આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં નવા 10 કેસ સામે આવ્યાં છે. જે સાથે ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર અને સુરતમાં 1 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 11ના મોત નીપજ્યાં છે.
    First published:April 05, 2020, 11:04 am