અમદાવાદ : ચીનમાં કોરોનાવાયરસે હાહકાર મચાવ્યો છે. જેના કારણે દેશમાંથી અભ્યાસ કરવા ગયેલા અનેક વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયા છે. ફસાયેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ગુજરાતનો વધુ એક વિદ્યાર્થી ચીનમાં ફસાઈ ગયો છે. ચીનમાં જે વુહાંગ વિસ્તારમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાંથી 250 કિલોમીટર દૂર યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલો પંચમહાલનો વિદ્યાર્થી અટવાઈ ગયો છે. ઘોઘંબા તાલુકાના ભાણપુરના વિદ્યાર્થીએ વીડિયો સેન્ડ કરી અને ભારત સરકાર પાસે મદદ માંગી છે.
ધીરજે વીડિયોમાં અપીલ કરી કે 'હું વુહાનથી 235 કિલોમીટર દૂર છું. ચીનમાં કોરોનાના કારણે ઘણાં લોકો અસરગ્રસ્ત થયા છે. ચીનમાં દુકાનો બંધ છે. ખાવા પીવાની મુશ્કેલી આવી રહી છે. વુહાન યૂનિવર્સિટીના વિદ્યાર્થીની હોસ્ટેલમાંથી નીકળવા નથી દેવામાં આવી રહ્યા છે. જુજયાંગ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા છે. હું હજી પણ ચીનમાં છું. મારી ફ્લાઇટ ડીલે થઈ છે. એરલાઇન્સનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. એરપોર્ટ પણ લોકડાઉન કરી દેવાયું છે. હું ગુજરાતનો છું ઉપરાંત અન્ય 3 બીજા રાજ્યના છે. હું ગુજરાત સરકાર અને ભારત સરકારને અપીલ કરૂં છું કે અમને અહીંયાથી બહાર કાઢવામાં આવે. '
ચીનમાં કોરોનાવાયરસને લઈ હાહાકાર મચી ગયો છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હેલ્થ ટીમને સજ્જ કરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમ તહેનાત કરી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના આગમન ગેટની અંદરની તરફ હેલ્થ ટીમ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓએ પહેલાં તે ક્યા દેશમાંથી આવ્યા છે તે પ્રાથિમક પુરાવો આપવાનો રહેશે.અને જો કોઈ પ્રવાસીને લક્ષણ દેખાશે.જેમાં કફ, તાવ જેવા લક્ષણો હશે તો તેનું સેમ્પલ લેવામાં આવશે અને સીવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સારવાર માટે બે જ દિવસમાં 1000 બૅડની હૉસ્પિટલ બનાવી!
ચીન ત્વરિત ત્વરિત કામ કરવા માટે વિશ્વમાં જાણીતું છે. તાજેતરમાં કોરોનાવાયરસ જ્યારે બેકાબૂ બન્યો છે ત્યારે ચીને દર્દીઓની સારવાર માટે બે જ દિવસમાં 1000 બેડની હૉસ્પિટલ બનાવી દીધી છે. ચીને એક ખાલી બિલ્ડિંગને ફક્ત બે જ દિવસમાં 1000 બૅડની હૉસ્પિટલમાં પરાવર્તિત કરી દીધું છે. 28મી જાન્યુઆરીના રોજ વુહાન શહેરની બાજુના શહેરમાં આ હૉસ્પિટલને શરૂ પણ કરી દેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર