પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનું ફરી વિવાદિત નિવેદન, 'દારૂ વીના નથી જીતી શકાતી ચૂંટણી'

News18 Gujarati
Updated: September 27, 2018, 6:08 PM IST
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનું ફરી વિવાદિત નિવેદન, 'દારૂ વીના નથી જીતી શકાતી ચૂંટણી'
પ્રભાતસિંહ ચૌહાણની ફાઇલ તસવીર

પંચમહાલ જીલ્લાના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ વિવાદિત નિવેદનો તેમજ ચુંટણી ટાણે ટીકીટ મેળવવા માટે પણ રાજકીય રમત રમવા માટે જાણીતા છે

  • Share this:
હર્ષદ મહેરા - પંચમહાલ

વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા પંચમહાલ જીલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા ફરી એકવાર આજે ગોધરા ખાતે વિવાદિત નિવેદન આપ્યું હતું. પ્રભાતસિંહએ જણાવ્યું કે, આગામી ૩ ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચુંટણી લડશે અને વિજયી પણ બનીશ, પંચમહાલ જીલ્લામાં તેમને હરાવી શકે તેવું કોઈ છે નહિ, વધુમાં તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, વાઈન વગર ચુંટણી જીતી શકાતી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા ખાતે લોક જન શક્તિ પાર્ટી દ્વારા આજે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવાર્કારોના પડતર પ્રશ્નોને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર આપતા પહેલા લોક જન શક્તિ પાર્ટી દ્વારા ગોધરા સર્કીટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં ગુજરાત દલિત સેનાના અધ્યક્ષ મુકેશ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અચાનક જ પંચમહાલના ભાજપના સાંસદ સભ્ય પ્રભાતસિંહ પણ સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયા હતા. તેઓએ બેઠકમાં ઉપસ્થિત તમામને સંબોધતા નિવેદન કર્યું હતું કે, ગત લોકસભાની ચુંટણીઓ દરમિયાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં પણ હું ૨.૫ લાખની બહુમતીથી હું જીતવાનો જ છું અને આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છુ. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નહિ. આટલે તેઓ અટક્યા નહી અને સ્વીકાર્યું કે, પહેલા ચુંટણી વાઈન વગર જીતાતી નહોતી. પણ મેં દારૂ જોયો નથી.

૨૦૦૯માં શંકરસિંહને હરાવ્યા અને ૨૦૧૪માં અમૂલના ચેરમેનને પણ મેં હરાવ્યા છે અને ૨૦૧૯માં પણ હું જ જીતવાનો છું. ૨.૫ લાખની લીડ થી હું ૨૦૧૯માં જીતવાનો છું. આગામી ૩ ટર્મ સુધી હું જ લોકસભા લડવાનો છું. પહેલા વાઈન વગર ચુંટણી જીતી શકાતી નહોતી, પણ મેં વાઈન જોયું નથી અને અડ્યો પણ નથી, જાહેરમાં આવું મારે ન કહેવું જોઈએ.

સમગ્ર બાબતે પ્રભાતસિંહને પૂછવામાં આવતા તેમણે જાતે જ ફરીથી સ્વીકાર્યું હતું કે, ૨૦૧૯ની ચુંટણીમાં તેઓ જ જીતવાના છે અને તેમની ટીકીટ પણ ફાઈનલ જ છે. તેમજ એલજેપી ભાજપનો સાથી પક્ષ જ છે માટે તેઓ આ કાર્યક્રમમાં આવ્યા હતા. વાઈન વગર ચુંટણી નથી જીતી શકાતી તે બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે હું મૌન રહીશ. આમ ફરી એકવાર પ્રભાતસિંહ દ્વારા કરવામાં આવેલા આ નિવેદનો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમજ વાઈન વગર ચુંટણી જીતી નથી શકાતી તેવા નિવેદન સાથે પ્રભાતસિંહ ચૌહાણ ફરી વિવાદમાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ એલજેપી અમારો સાથી પક્ષ જ છે. હું અહિયાથી જતો હતો અને મને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે, આંગણવાડીની બહેનના પગારનો પ્રશ્ન છે. તેમને મેં કીધું છે દિલ્હી આવજો આપણે વડાપ્રધાનને મળીશું અને પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો કરીશું..તમને જણાવી દઈએ કે, પંચમહાલ જીલ્લાના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ વિવાદિત નિવેદનો તેમજ ચુંટણી ટાણે ટીકીટ મેળવવા માટે પણ રાજકીય રમત રમવા માટે જાણીતા છે. ત્યારે આજે ગોધરા ખાતે તેઓ દ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું.
First published: September 27, 2018, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading