પંચમહાલ જિલ્લામાં અવિરત વરસાદ, ગોમા નદીના પટમાં છ લોકો ફસાયા

News18 Gujarati
Updated: August 17, 2018, 12:51 PM IST
પંચમહાલ જિલ્લામાં અવિરત વરસાદ, ગોમા નદીના પટમાં છ લોકો ફસાયા
તંત્રએ તમામ લોકોને રેસ્કયૂ માટેને પ્રયાસો હાથ ધર્યા છે.

પંચમહાલ જિલ્લામાં અવિરત મેઘમહેરને કારણે શહેરા તાલુકાની બાહી ગામ ખાતે એક વ્યક્તિ નદીમાં તણાયો છે

  • Share this:
પંચમહાલ જિલ્લામાં ગુરુવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે કાલોલ તાલુકાની ગોમા નદીમાં પૂર આવતા છ લોકો નદીના પટમાં ફસાયા છે. આ લોકોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવશે. શહેરા તાલુકામાં વરસાદને કારણે એક વ્યક્તિ નદીમાં તણાયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

ચલાલી ગામ ખાતે નદીમાં અચાનક પાણી આવી જતાં બે હિટાચી મશીન અને 11 ડમ્પર પણ નદીના પાણીમાં ફસાયા છે. જે જગ્યાએ આ મશીનરી રાખવામાં આવી હતી ત્યાં આસપાસ નદીના પાણી ફરી વળ્યા છે. મશીનરીની સાથે સાથે છ જેટલો લોકો પણ નદીના પટમાં ફસાયા છે. નદીની વચ્ચે રેતીના ઢગ પર હાલ આ તમામ લોકોએ આશરો લીધો છે.

તંત્ર દ્વારા આ તમામ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવશે. મળી રહેલી માહિતી પ્રમાણે છેલ્લા બે કલાકથી આ લોકો મદદની રાજ જોઈ રહ્યો છે.

નદીના પટમાં ફસાયેલા લોકો


શહેરામાં એક વ્યક્તિ નદીના પાણીમાં તણાયો

પંચમહાલ જિલ્લામાં અવિરત મેઘમહેરને કારણે શહેરા તાલુકાની બાહી ગામ ખાતે એક વ્યક્તિ નદીમાં તણાયો છે. દૂધ વેચનાર વ્યક્તિ કુણ નદીમાં તણાયો છે. તંત્રએ યુવકને શોધખોળના પ્રયાસો હાથ ધર્યા છે.ટ્રાફિકને અસર

ગોધરામાં અવિરત વરસાદને કારણે ગોધરા લુણાવાડા હાઇવે પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ટ્રાફિકને અસર પહોંચી છે. વરસાદને કારણે ગોધરા લુણાવાડા હાઇવે પર જીઆઈડીસી પાસે પાણી ભરાયા છે.

ગોધરામાં ચાર ઇંચ વરસાદ

શુક્રવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરામાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

વરસાદના આંકડા (શુક્રવાર સવાર સુધી)

ગોધરા- 4.16 ઈંચ
કાલોલ- 2.4 ઈંચ
હાલોલ- 1.88 ઈંચ
જાંબુઘોડા- 2.55 ઈંચ
ઘોઘંબા-1.84 ઈંચ
શહેરા- 2 ઈંચ
મોરવા હડફ- 1 ઈંચ
First published: August 17, 2018, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading