Home /News /madhya-gujarat /

પંચમહાલ: ગોધરાની પોલીટેકનિક કોલેજ કેમ્પસ ખાતે સામાજિક સમરસતા દિવસની ઉજવણી

પંચમહાલ: ગોધરાની પોલીટેકનિક કોલેજ કેમ્પસ ખાતે સામાજિક સમરસતા દિવસની ઉજવણી

ડો.

ડો. બાબાસાહેબ આંબેડકર ની પુણ્યતિથી, સામાજિક સમરસતા દિવસ

ભારત દેશ આઝાદ થયો પણ સામાજિક વિષમતાઓ ની માનસિકતા નો હજુ ગુલામ છે....

    પંચમહાલ:  આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની પૂણ્યતિથિએ ગોધરા ની પોલીટેકનિક કોલેજ કેમ્પસ ખાતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે સામાજિક સમરસતા દિવસની ઉજવણી કરવામાં આવી. સમરસ ભારત,સમર્થ ભારતના વિચારો સાથે આજના દિવસ ની ઉજવણી કરવામાં આવી.ભારત દેશ આઝાદ થયો પણ સામાજિક વિષમતાઓની માનસિકતાનો હજુ ગુલામ છે.

    કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા યુવાનોને સંબોધતા કહેવામાં આવ્યું કે દેશમાં ૬૫% યુવાનોની વસ્તી છે અને યુવાનોની તાકાતથી સર્જનશક્તિ થી આવનાર ૩-૪ દાયકા દેશ પ્રગતિ કરશે પણ તેના માટે આ શક્તિનું એકીકરણ થવું આવશ્યક છે અને તેનાં માટે સમરસ થવું અનિવાર્ય છે.તેમજ ધર્મ જાગરણ વિભાગનાં ગુજરાત પ્રદેશ સંયોજક ધર્મેશ મહેતા દ્વારા પણ યુવાનો ને सहनाववतु सहनौभुनक्तु... ના ઉદઘોષ સાથે સંબોધન કરવામાં આવ્યું.

    "જ્યોતી થી જ્યોતિ પ્રગટાવીએ સમરસતા પ્રસરાવિએ" ના સ્લોગન હેઠળ પંચમહાલ જિલ્લાના યુવાનો તથા એબીવીપીના કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવાનો, વિદ્યાર્થીઓ,પ્રધ્યાપકોની હાજરીમાં સામાજિક સમરસતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal News, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन