ગોધરા, પંચમહાલ: ગોધરા શહેરમાં સવારથી જ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કોરોનાની ગાઇડલાઇનના અમલ સાથે ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. લોકો પોતાના ધાબા અગાસી પર પરીવાર સાથે પતંગ ચગાવવા માટે સવાર થી જ જોવા મળી રહ્યા છે ત્યારે લાગે છે કે ૨ વર્ષ થી કોરોના ના કારણે પ્રજા તહેવારો છૂટ થી ન મનાવી શકવાનાં કારણે આ વર્ષે ઉમંગ ઉત્સાહ પૂર્વક ઉત્તરાયણ ને ઉજવી રહ્યા છે.
ગોધરાનાં હોળી ચકલાં વિસ્તારમાં સવારથી લોકો દાન પૂણ્ય કરવા માટે જોવાઈ રહ્યાં છે તેમજ ગોધરા નાં પાંજરાપોળ ખાતે ગાયમાતા ને લીલો ઘાસચારો તેમજ ગોળ ખવડાવી મકરસંક્રાંતિ નો મહિમા જાળવી રહ્યા છે.તેમજ ગોધરા નાં ઉંધિયુ જલેબી નાં બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે.
ગોધરા નાં રહેવાસી સ્નેહ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લગભગ ૧ થી ૨ વર્ષ પછી લોકો માં ઉત્તરાયણ નો આટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ કોરોના હજુ ગયો નથી તેથી સૌ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરો તેમજ ચાઇનીઝ દોરી થી આપણને તેમજ પક્ષીઓ ને પણ નુકશાન થાય છે તેથી તેનો ઉપયોગ ટાળો અને હર્ષોલ્લાસ થી મકરસંક્રાંતિ ની ઉજવણી કરો....