Home /News /madhya-gujarat /GBS syndrome case: ગોધરામાં કોરોના બાદ હવે GBS સિન્ડ્રોમે માથું ઉંચકતા લોકોમાં ફફડાટ

GBS syndrome case: ગોધરામાં કોરોના બાદ હવે GBS સિન્ડ્રોમે માથું ઉંચકતા લોકોમાં ફફડાટ

ગોધરામાં GBS સિન્ડ્રોમના વધુ પાંચ કેસ મળી આવતાં કુલ કેસનો આંક 13 ઉપર પહોંચી ગયો છે.

GBS syndrome case: કોરોનાના  કેસમાં માંડ ઘટાડો થયા બાદ હવે GBS સિન્ડ્રોમે માથું ઉંચકતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  ત્યારે ગોધરામાં GBS સિન્ડ્રોમના વધુ પાંચ કેસ મળી આવતાં કુલ કેસનો આંક 13 ઉપર પહોંચી ગયો છે.

    રાજેશ જોષી (ગોધરા-પંચમહાલ): કોરોનાના  કેસમાં માંડ ઘટાડો થયા બાદ હવે GBS સિન્ડ્રોમે માથું ઉંચકતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  ત્યારે ગોધરામાં GBS સિન્ડ્રોમના વધુ પાંચ કેસ મળી આવતાં કુલ કેસનો આંક 13 ઉપર પહોંચી ગયો છે. હજુ પણ વધુ કેસ મળવાની શકયતાઓ જોવા મળી રહી છે. જેથી સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બીજી તરફ આજે બરોડા અને ગોત્રી મેડિકલમાંથી રેપીડ રિસ્પોન્સ ટીમના સાત સભ્યોની ટીમે ગોધરા દોડી આવી હતી અને અસરગ્રસ્તના ઘરની મુલાકાત લીધા બાદ પાણીના સેમ્પલ મેળવ્યા છે.

    ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં સીમિત GBS સિન્ડ્રોમની એન્ટ્રી હવે  તાલુકાના બગીડોળમાં પણ થઈ છે. બગીડોળના 50 વર્ષીય પુરુષમાં પણ GBS સિન્ડ્રોમના લક્ષણો જોવાયા મળતાં સૌની ચિંતામાં વધારો થયો છે. આમ GBS સિન્ડ્રોમે માથું ઉંચકતા  વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દર્દીઓ ગોધરાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય દશ દર્દીઓ વડોદરાની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    અત્યાર સુધીમાં મળી આવેલા કેસમાં ત્રણ વર્ષના બાળકથી માંડી 50 વર્ષના આધેડનો સમાવેશ થયો છે.


    આરોગ્ય વિભાગ સિન્ડ્રોમ ક્યાં કારણોસર વકરી રહ્યો છે તેના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે રેપીડ રિસ્પોન્સ ટીમની મુલાકાત બાદ લેવાયેલા સેમ્પલના રિપોર્ટ બાદ જ આંશિક જાણ થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે ગોધરાના એક કિશોર અને એક મહિલાના મોત GBS સિન્ડ્રોમથી થયા હોવાની  આશંકા સેવવામાં આવી રહી છે. જોકે આરોગ્ય વિભાગ આ બાબતની પુષ્ટિ કરી રહ્યું નથી.



    બીજી તરફ  આરોગ્ય  વિભાગ એકશનમાં આવી ગયું છે અને દર્દીઓના તેમજ મૃતકોના  રહેણાંક વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી શરૂ કરી છ ટીમોએ અંદાજીત છસ્સોથી વધુ મકાનોનો સરવે કર્યો છે. તમામ દર્દીઓ વડોદરા અને ગોધરા  સારવાર હેઠળ અલગ અલગ હોસ્પિટલમાં છે જેઓની તબિયત હાલ તો સુધારા ઉપર છે.

    આ પણ વાંચો- Ambaji Temple Income: અંબાજી મંદિરમાં દાનની સર્વાણી વહી, અહીં જાણો કયા મંદિરને કેટલું મળ્યું દાન?

    અત્યાર સુધીમાં મળી આવેલા કેસમાં ત્રણ વર્ષના બાળકથી માંડી 50 વર્ષના આધેડનો સમાવેશ થયો છે. સાથે જ નવા નવા વિસ્તારનો સમાવેશ થતાં આરોગ્ય વિભાગ માટે સિન્ડ્રોમ વકરવાનું ચોક્કસ કારણ શોધવું માથાના દુઃખાવા સમાન બન્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Coronavirus news, Godhara News, Godhra. Panchmahal News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन