Home /News /madhya-gujarat /

કેનેડિયન્સ મહેમાનો પંચમહાલની દીકરીનું નૃત્ય જોઇને થયા મંત્રમુગ્ધ, ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ કર્યો હતો રજૂ

કેનેડિયન્સ મહેમાનો પંચમહાલની દીકરીનું નૃત્ય જોઇને થયા મંત્રમુગ્ધ, ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ કર્યો હતો રજૂ

રવિતા

રવિતા બારીયા, પંચમહાલની દીકરીનુ કેનેડા માં પરફોર્મન્સ

કેનેડામાં પંચમહાલની હાલોલ તાલુકાની દીકરી રવિતા બારીયા દ્વારા ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ રજૂ કરાયો હતો. 

  પંચમહાલ:  શ્રી શ્રી રવિશંકર આશ્રમ ખાતે એલિમેન્ટ ગુજરાતી એપ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રી શ્રી રવિશંકર ગુરુદેવ ના હસ્તે લોન્ચ કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાતમાંથી આવેલા અલગ અલગ ક્ષેત્રોના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત તથા ભારતની સંસ્કૃતિ અને દેશ-વિદેશમાં ઉજાગર કરી છે એવા ગુજરાતનું ગૌરવ અને પંચમહાલ ના વતની તથા વિદેશ મંત્રાલયના પેનલ કલાકાર ભરત બારીયા અને અક્ષય પટેલ ને ગુરુદેવ ના હસ્તે સન્માનિત કરાયા.

  ૨. કેનેડામાં આવેલા બેરી શહેરમાં 'બેરી ઇન્ડિયન એસોસિએશન' તરફથી 9th એન્યુઅલ દિવાળી બેશ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું તેમાં પંચમહાલની હાલોલ તાલુકાની દીકરી રવિતા બારીયા દ્વારા ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ રજૂ કરાયો હતો. ત્યાં ઉપસ્થિત કેનેડિયન્સ મહેમાનો પંચમહાલની દીકરીનું નૃત્ય જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Canada, પંચમહાલ

  આગામી સમાચાર