Home /News /madhya-gujarat /

પંચમહાલ: ભાવ વધારો છતાં દશેરાએ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ધૂમ ખરીદી

પંચમહાલ: ભાવ વધારો છતાં દશેરાએ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ધૂમ ખરીદી

દશેરાએ

દશેરાએ વાહનોની ધૂમ ખરીદી

ગોધરાના રસ્તા ઉપર આગલી રાતથી જ દશેરા ની તૈયારીઓ શરૂ થઇ જવા પામી હતી. દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા અને મજા લોકો માણી રહ્યા છે

    ગોધરા: મા શક્તિની આરાધના નવ દિવસ પૂર્ણ થયા અને આજે વિજયાદશમી ઉત્સવ પંચમહાલ જિલ્લાની પ્રજા ઉજવી રહી છે. ગોધરાના રસ્તા ઉપર આગલી રાતથી જ દશેરા ની તૈયારીઓ શરૂ થઇ જવા પામી હતી. દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા અને મજા લોકો માણી રહ્યા છે. આજના દિવસે લોકો પોતાના વાહનો ની પૂજા કરી ફુલ હાર ચઢાવે છે ત્યારે ફુલહાર ના વ્યવસાય સાથે સંકળાયેલા માળીઓ પણ આગલી રાતથી જ કમર કસીને તૈયાર થઈ ગયા હતા. સવારે 3:00  વાગ્યા થી જ ફુલહાર નું વેચાણ શરૂ થઇ ચૂક્યું હતું.

    સાથે સાથે આજરોજ વિજયાદશમી નિમિત્તે વાહન ખરીદી ના શુભ મુહૂર્ત હોય અનેક લોકોએ નવા વાહનોની ખરીદી કરી તેમજ પંચમહાલ જિલ્લામાં ટુ વ્હીલર, થ્રી વીલર ,ફોરવીલર તેમજ ટ્રેક્ટર જેવા વાહનો ઓટોમોબાઇલ સેક્ટરમાં પંચમહાલ જિલ્લામાં પાંચ હજાર જેટલા વાહનો ની ખરીદી કરાઈ. એક વર્ષ પછી મોકળા મને તહેવારની મજા માણતી પંચમહાલ જિલ્લાની પ્રજા આનંદ અને ઉલ્લાસ માં જોવા મળી.
    First published:

    Tags: Panchmahal latest news, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन