Home /News /madhya-gujarat /

Godhra: બોલીવુડના અભિનેતા મિલિન્દએ ચાહકોને સેલ્ફી લેવા માટે મૂકી પુશપ્સની શરત,પછી શું થયું જુઓ

Godhra: બોલીવુડના અભિનેતા મિલિન્દએ ચાહકોને સેલ્ફી લેવા માટે મૂકી પુશપ્સની શરત,પછી શું થયું જુઓ

સેલ્ફી

સેલ્ફી માટે પુશપ્સ, મિલિન્દ સોમણ, ગોધરા ખાતે

બોલીવુડ અભિનેતા અને ફિટનેસ આઇકોન તથા સુપર મોડલ મિલિન્દ સોમણ (Milind Soman) સાયકલ લઈને મુંબઈથી દિલ્હી જવા નીકળ્યા છે, જે ગતરોજ ગોધરા (Godhra) શહેરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં મિલિન્દ સોમાન દ્વારા શહેરના યુવાઓને સંબોધવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
    પંચમહાલ: દેશમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ (Air pollution) અટકાવવા માટેની જાગૃતિ લાવવાના હેતુથી બોલીવુડ અભિનેતા અને ફિટનેસ આઇકોન તથા સુપર મોડલ મિલિન્દ સોમણ (Milind Soman) સાયકલ લઈને મુંબઈથી દિલ્હી જવા નીકળ્યા છે, જે ગતરોજ ગોધરા (Godhra) શહેરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં મિલિન્દ સોમાન દ્વારા શહેરના યુવાઓને સંબોધવામાં આવ્યા હતા.મિલિન્દ સોમણ ના ફેન્સ દ્વારા જ્યારે સેલ્ફી લેવાની વાત કરી ત્યારે જેને સેલ્ફી લેવી હોય તે પુશપ્સ કરે તેની સાથે જ સેલ્ફી લેવાની, પુરુષ હોય તો 20 અને મહિલા હોય તો 10 પુશપ્સ કરે તેની સાથે જ સેલ્ફી એવું કહેતા જ એક ચાહક દ્વારા આગળ આવીને 20 પુશપ્સ કરવામાં આવ્યા અને તેના બાળકો ને પણ push ups કરાવ્યા. અંતે મિલિન્દ સોમણે ચાહકો સાથે સેલ્ફી લીધી.

    હાલ દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બનીને સામે આવ્યું છે, જેને અટકાવવાના પ્રયાસરૂપે માટે ભારત સહિત વિશ્વના અનેક દેશો સામે આવ્યા છે, ત્યારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે બોલીવુડ અભિનેતા અને ફિટનેસ આઈકોન તથા સુપર મોડલ મિલિન્દ સોમણ દ્વારા સાયકલ લઈને ગ્રીનરાઈડ કરવામાં આવી રહી છે. તેઓ મુંબઈથી સાયકલ લઈને નીકળ્યા છે. જેમાં મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર સાયકલ દ્વારા કાપશે,શરૂઆતમાં તેઓ સાયકલ સહિત ઇલેક્ટ્રિક કાર અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો લઇને નીકળ્યા હતા.

    શ્રેષ્ઠ વિકલ્પ સાયકલ લાગતાં તેઓએ દિલ્હી સુધી સાયકલ લઈને પહોંચવાનું નક્કી કર્યું હતું, આમ તેઓ વડોદરાથી દિલ્હી સુધીનું અંતર સાયકલ દ્વારા કાપશે, તેઓની આ સાયકલ યાત્રાને તેઓએ ગ્રીન રાઈડ નામ આપ્યું છે, મિલિન્દ સોમાન ગ્રીન રાઈડ અંતર્ગત સાયકલ લઈને આજે ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં બેંક ઓફ બરોડા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું, મિલિન્દ સોમણ દ્વારા ગોધરા શહેરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત યુવાનોને સંબોધ્યા હતા, જેમાં તેઓએ ફિટનેસની સાથે સાથે દેશની વાયુ પ્રદૂષણ વિશેની સમસ્યા વિશે પણ જણાવ્યું હતું.

    જેમાં પૃથ્વીને પ્રદૂષણ મુક્ત રાખવા માટે તેઓએ યુવાનોને અનુરોધ કર્યો હતો, સાથે સાથે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ટાળીને સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો, ગોધરા શહેરની મુલાકાતે આવેલા મિલિન્દ સોમાને ગોધરા શહેરમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું જતન કરવા માટેનો સંદેશ આપ્યો હતો.તેમજ પ્રદૂષણ નિયંત્રણ માટે તેમ જ ફિટનેસને લઈને દેશને શું સંદેશો આપવા માગે છે તેવું પૂછવામાં આવતા અચાનક મિલિન્દ સોમણ નો પ્રતિભાવ જોવા જેવો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhra news, Milind soman, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन