પંચમહાલ: બે વર્ષની બાળકીની દફનાવેલી લાશને બહાર કાઢી કરાઇ તાંત્રિક વિધિ

News18 Gujarati
Updated: August 23, 2018, 9:33 AM IST
પંચમહાલ: બે વર્ષની બાળકીની દફનાવેલી લાશને બહાર કાઢી કરાઇ તાંત્રિક વિધિ
પંચમહાલના ઘોઘંબા તાલુકાના સરસવા ગામે સ્મશાનમાં દફનાવેલી બે વર્ષની બાળાના મૃતદેહને બહાર કાઢી ભૂવાએ મતદેહને કાપીને તાંત્રિક વિધિ કરી હોવાની ફરિયાદ પંચમહાલના રાજગઢ પોલીસ મથકે નોંધાવાઈ છે.

પંચમહાલના ઘોઘંબા તાલુકાના સરસવા ગામે સ્મશાનમાં દફનાવેલી બે વર્ષની બાળાના મૃતદેહને બહાર કાઢી ભૂવાએ મતદેહને કાપીને તાંત્રિક વિધિ કરી હોવાની ફરિયાદ પંચમહાલના રાજગઢ પોલીસ મથકે નોંધાવાઈ છે.

  • Share this:
પંચમહાલના ઘોઘંબા તાલુકાના સરસવા ગામે સ્મશાનમાં દફનાવેલી બે વર્ષની બાળાના મૃતદેહને બહાર કાઢી ભૂવાએ મતદેહને કાપીને તાંત્રિક વિધિ કરી હોવાની ફરિયાદ પંચમહાલના રાજગઢ પોલીસ મથકે નોંધાવાઈ છે.

પંચમહાલના સરસવા ગામે બે વર્ષની દફનાવેલી બાળાનો મૃતદેહ બહાર કાઢી તેની પર તાંત્રિક વિધિ થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ખબરની જાણ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના સરસવા ગામે રણછોડભાઇ ચામળભાઇ રાઠવાના ભત્રીજાની બે વર્ષની દીકરી મૃત્યુ પામી હતી. તેને પાસે આવેલા સ્મશાનમાં દફનાવવામાં આવી હતી. આ બાળકીનું બીમારીને કારણે મોત નીપજ્યું હતું. આ બાળકીને 19મી તારીખે દફનાવવામાં આવી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી રણછોડભાઇને ખબર મળી હતી કે દફનાવેલી બાળકીનો મૃતદેહ થોડો બહાર દેખાય રહ્યો છે. જે પછી પરિવારજનો સાથે દફનાવેલી જગ્યાએ ગયા હતાં. ત્યાં તેમને ખોદતા બાળકી ઉપર તાંત્રિક વિધિ થઇ છે તેની જાણ થઇ હતી.

જે પછી પરિવારે જેમણે આ મૃતદેહ બહાર દેખાવવાની ખબર આપી હતી તેમે કઇ રીતે જાણ થઇ તેની તપાસ કરી હતી. જેમાં તે ભાઇએ કહ્યું હતું કે, જ્યાં બાળકીને દફનાવવામાં આવી હતી તેની પાસે જ તેમનું ખેતર છે. તે જ્યારે ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે પાવીજેતપુર તાલુકાનો ભુવો અમરસિંહ ફતાભાઈ રાઠવાએ બાળાનો મૃતદેહ ખાડામાંથી બહાર કાઢી તેની સાથે છેડછાડ કરી હતી.

આ માહિતી પછી પરિવારે રાજગઢ પોલીસમાં તાંત્રિક વિધિ કરનાર ભૂવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: August 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading