સાંસદ પ્રભાતસિંહની 'ભવિષ્યવાણી'! 30મી એપ્રિલે થશે લોકસભા ચૂંટણી, મારી ટિકિટ નક્કી

સાંસદ પ્રભાત સિંહ ચૌહાણે આગામી 2019 ટિકિટની દાવેદારી સાથે 2024-અને 2029માં પણ તેમને જ ટિકિટ મળશે તેવો દાવો કર્યો

News18 Gujarati
Updated: November 8, 2018, 7:17 PM IST
સાંસદ પ્રભાતસિંહની 'ભવિષ્યવાણી'! 30મી એપ્રિલે થશે લોકસભા ચૂંટણી, મારી ટિકિટ નક્કી
સાંસદ પ્રભાત સિંહ ચૌહાણે આગામી 2019 ટિકિટની દાવેદારી સાથે 2024-અને 2029માં પણ તેમને જ ટિકિટ મળશે તેવો દાવો કર્યો
News18 Gujarati
Updated: November 8, 2018, 7:17 PM IST
નૂતન વર્ષના શુભ અવસરે પંચમહાલ જિલ્લા BJP સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણના નિવાસ સ્થાને શુભેચ્છકોનો તાંતો જોવા મળ્યો. આ પ્રસંગે પોતાની આગામી 2019 માટેની ટિકિટ નક્કી હોવાનો રાગ આલાપી આગામી 30 એપ્રિલ ના રોજ ચૂંટણીની યોજાવાની જાહેરાત પણ કરી નાખી.

પંચમહાલ સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાનના માદરે વતન મેહલોલ ખાતે નવા વર્ષની શુભકામના પાઠવવા માટે લોકોની કતારો જોવા મળી હતી. પરંપરાગત રીતે કતાર બંધ લોકો સાંસદ સભ્યને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા. વિસ્તારના સૌ કોઈ નાના મોટા સાંસદ સભ્યના પગે લાગી આશીર્વાદ મેળવતા નજરે પડ્યા, મુલાકાતીઓ સાથે આવેલ બાળકોને સાંસદે નવી નોટોની લ્હાણી કરાવતા નજરે પડ્યા હતા.

આ પ્રસંગે સાંસદ પ્રભાત સિંહ ચૌહાણે આગામી 2019 ટિકિટની દાવેદારી સાથે 2024-અને 2029માં પણ તેમને જ ટિકિટ મળશે તેવો દાવો કર્યો હતો. એટલું જ નહીં તેમણે આગામી 30 એપ્રિલ 2019 ના રોજ લોકસભા ચૂંટણી યોજાશે તેવી જાહેરાત પણ કરી દીધી.

અમદાવાદનું નામ કર્ણાવતી બદલવા મામલે ચૂંટણી લક્ષી નહીં, પરંતુ હિન્દી સંસ્કૃતિ હોવાનું સંસદે જણાવ્યું. સાથે નામ બદલવાથી મતદારોમાં ઉત્સાહ આવે અને વિકાસ થાય તેમ પણ જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાંથી પાવગઢ જિલ્લો પણ અલગ થાય તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું કે, નવા વર્ષના સર્વેને નૂતન વર્ષાભિનંદન, સાથે સાથે આગામી સમયમાં પંચમહાલમાંથી પાવાગઢ જિલ્લો જુદો થાય એવી ઈચ્છા છે અને અમદાવાદનું નામ કર્ણાવતી થાય એ હવે જરૂરી છે અને આગામી ચૂંટણીમાં મને ટીકીટ મળવાની છે અને હું જીતવાનો જ છું.
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...