Home /News /madhya-gujarat /Panchmahal: વડોદરા જિલ્લામાંથી બાઇક ચોરીને બિન્દાસ ફરી રહેલા શખ્સને ગોધરા પોલીસે ઝડપી પાડયો

Panchmahal: વડોદરા જિલ્લામાંથી બાઇક ચોરીને બિન્દાસ ફરી રહેલા શખ્સને ગોધરા પોલીસે ઝડપી પાડયો

વડોદરા જિલ્લામાં ચોરાઈ બાઈક પંચમહાલ જિલ્લામાં પકડાઈ.

ગોધરા એલ.સી.બી. પોલીસે વેજલપુર ગામે કાનોડ ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને ચોરીની એક મોટર સાયકલ સાથે પકડી પાડી વડોદરા જીલ્લાનાં ડેસર પોલીસ સ્ટેશનનો મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

    ગોધરા, પંચમહાલ: ગોધરા એલ.સી.બી. પોલીસે વેજલપુર ગામે કાનોડ ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને ચોરીની એક મોટર સાયકલ સાથે પકડી પાડી વડોદરા જીલ્લાનાં ડેસર પોલીસ સ્ટેશનનો મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
    પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનનરીક્ષક એમ.એસ. ભરાડા ના આપેલ માર્ગદર્ગન અને સુચના મુજબ તેમજ પોલીસ અનધક્ષક ડૉ. લીના પાટીલ દ્વારાપોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા એલ.સી.બી. ગોધરા ને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગ રૂપે પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા એલ.સી.બી. ગોધરા ને આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આઇ.એ. સિસોદિય તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વેજલપુર ગામે કાનોડ જવાના રોડ ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા.

    તે દરમ્યાન એક ઇસમ નંબર વગર ની મોટર સાયકલ ઉપર બેસી બેઢીયા ટોલ નાકા તરફથી વેજલપુર તરફ આવતા તેને મોટર સાયકલ સાથે પકડી પાડી અને મોટર સાયકલ સંબંધે તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો નહી અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો. જેથી આ મોટર સાયકલ કોઇક જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવેલી હોય તેવું શંકાશ્પદ જણાતા તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ હેમંતકુમાર મનોજભાઇ પરમાર

    રહે.છગનપુરા નનશાળ ફળીયુતા.કાલોલનો હોવાનુ જણાવ્યુ તેની પાસેની મોટર સાયકલ જોતા કાળા સિલ્વર કલરની સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટેરશન નંબર વગરની મોટર સાયકલ જેનો ચેચીસ નંબર MBLHA10AMDHA09194 તથાએન્જીન નંબર HA10EJDHA27334 લખેલો જોવા મળ્યો જેથી સરકાર ના ઇ-ગુજકોપ પોકેટકોપના મોબાઇલમાં મોટર સાયકલનો ચેચીસ એન્જીન નંબર નાખી સર્ચ કરતા "સદર હું મોટર સાયકલના માલીકનુ નામ અર્જુનસિંહ રણજીતસિંહ પરમાર રહે.

    આ પણ વાંચો: વલસાડ: વાલીઓને ચેતજો! બાળકોએ ઘર-ઘર રમતાં રમતાં કર્યું એવું કામ કે, દોડવું પડ્યું હોસ્પિટલ

    વચ્છેસર તા.સાવલી જી.વડોદરા નો હોવાનુ અને ઉપરોક્ત મોટર સાયકલ ચોરી થયેલ છે" તેવું લખાઈ ને આવતા જેમાં તપાસ કરતામોટર સાયકલ વડોદરા જીલ્લાનાં ડેસર પોલીસ સ્ટેશન નાં ગુ.ર.નં. ૧૧૧૯૭૦૩૫૨૨૦૦૨૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનાં ગુનામાં ચોરી થયેલ મુદ્દામાલની મોટર સાયકલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી વડોદરા જીલ્લાના ડેસર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૭૦૩૫૨૨૦૦૨૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો મોટર સાયકલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन