Home /News /madhya-gujarat /Panchmahal: બિલ્ડર પાસે થી ઘર લેતાં પહેલાં ચેતજો નહિતર, થશે મોટું નુકશાન

Panchmahal: બિલ્ડર પાસે થી ઘર લેતાં પહેલાં ચેતજો નહિતર, થશે મોટું નુકશાન

રાધિકા

રાધિકા નગર સોસાયટી, હાલોલ, પંચમહાલ

હાલોલની રાધિકા નગર સોસાયટી નાં રહિશો નાં જણાવ્યા અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ રાધિકા નગર 1 અને 2 સોસાયટીના આશેરે ૪૦૦ થી વધુ પ્લોટો આવેલા છે.

    Shivam Purohit, Panchmahal: પંચમહાલ જિલ્લામાં હાલોલ નગર માં જમીન માફીયાઓએ લોકો સાથે કરેલી છેતરપીંડી નું ધ્યાન સરકારને દોરવવા ત્યાના રહીશો ધ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધુ સમય થી હાલોલ ની રાધીકા નગર સોસાયટી નાં રહિશો ને ત્યાં મામલતદાર ની જમીન ખાલસા અંગે ની નોટીસ આવતા પોતાની જીવન પુંજી થી બનાવેલાં ઘરો ની જમીન બીલ્ડરો નાં ભોગે ખાલસા થવાની નોટીસ થી ચિંતા માં મુકાયા હતા જેને લઇને આજરોજ હાલોલ ની રાધિકા નગર સોસાયટી નાં રહિશો દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

    હાલોલની રાધિકા નગર સોસાયટી નાં રહિશો નાં જણાવ્યા અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ રાધિકા નગર ૧ અને 2 સોસાયટીના આશેરે ૪૦૦ થી વધુ પ્લોટો આવેલા છે ત્યાં લોકો છેલ્લા ૧૫ કરતા વધારે વર્ષો થી વસવાટ કરે છે લોકો પાસે તે મકાનોના પાક્કા દસ્તાવેજ છે ઘરોમાં વીજળી કનેક્શન, પાણી કનેક્શન , ગેસ કનેક્શન ત્યાં સુધી કે નગર પાલિકાનો વેરો પણ લોકો ભારે છે.

    આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે પણ પ્રેમની કહાનીઓ જીવંત, કપલે કર્યા હોસ્પિટલમાં જ લગ્ન

    પરંતુ બિલ્ડરો એ ભરવાની થતી જમીન ની પ્રીમિયમની રકમ સરકારમાં ન ભરવાથી આશરે ૪૦૦ થી વધુ ઘરોમાં મામલતદાર દ્વારા જમીન ખાલસાની નોટીસ ફટકારતા લોકો પાસે ઘર હોય તે ઘર વિહોણા હોય તેવી પરિસ્થિતિમાં આવી ગયા છે તેથી હાલોલ ના રાધિકા નગર ૧ અને 2 ના રહીશો ધ્વારા આ ખાલસા થયેલ જમીનના સંદર્ભમાં તેમને ન્યાય મળે તે હેતુથી પંચમહાલ જીલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, હમચચાવી નાખતી ઘટના
    " isDesktop="true" id="1184929" >

    વધુમાં ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે તે લોકોએ કોઈ પણ રીતેથી સરકાર સાથે છેતરપિંડી કરેલ નથી બિલ્ડરો ધ્વારા સરકાર સાથે છેતર પીંડી કરેલ છે અને તે બિલ્ડરો વિરુધ સરકાર કડક પગલા લે તેવી પંચમહાલ જિલ્લા કલેકટર ને રજૂઆત કરેલ છે..
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन