Home /News /madhya-gujarat /બાલાસિનોર: 6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા મળ્યા, કુતૂહલ

બાલાસિનોર: 6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા મળ્યા, કુતૂહલ

આ પહેલા પણ રૈયોલી ગામેથી સાડા છ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતાં...

આ પહેલા પણ રૈયોલી ગામેથી સાડા છ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતાં...

    બાલાસિનોર તાલુકાના બોડેલી પંચાયતના બીડના મુવાડા ગામે એક ખેતરમાં ખોદકામ દરમિયાન આ ઇંડું મળી આવ્યું છે.

    આપને જણાવી દઇએ કે બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામેથી સાડા છ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતાં. ત્યારથી તે વિસ્તાર ડાયનાસોર ફોસીયલ પાર્ક તરીકે ઓળખાય છે, અને આ પાર્કથી 3 કિમિ દૂર આવેલા બીડના મુવાડા ગામે વર્ષો બાદ ખોદ કામ કરતા ડાયનાસોરના ઈંડા મળી આવતા ફરી કુતૂહલ સર્જાયું છે. આ વાત વાયુવેગે લોકોને ખબર પડતા, મોટી સંખ્યામાં લોકો ઈંડા જોવા ઉમટી પડ્યા હતા.

    તો આ તરફ મામલતદાર તેમજ સ્થાનિક તંત્ર પણ જે જગ્યાએથી ઈંડા મળી આવ્યા ત્યાં પહોંચી ગયા હતા. આ વિસ્તારની અન્ય જગ્યાએ પણ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવી શક્યતા સેવવામાં આવી છે કે આ વિસ્તારમાંથી ડાયનોસોરના અવશેષો પણ મળી આવશે.

    હાલ તો આ ઇંડાને કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે શું ખરેખરે આ ડાયનોસોરના ઇંડા છે કે પછી પથ્થરના ટુકડા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bodeli, Mamlatdar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन