Home /News /madhya-gujarat /પંચમહાલના બહિરાણી માતાજીનો મહિમા, નવદંપતિ જોડી અખંડ રાખવા આવે છે અચૂક

પંચમહાલના બહિરાણી માતાજીનો મહિમા, નવદંપતિ જોડી અખંડ રાખવા આવે છે અચૂક

Panchmahal

Panchmahal News : પંચમહાલ જિલ્લાના આ માતાજીના મંદિરની શું છે કહાણી? શા માટે અહીંયા મીંઢોળ છોડવા માટે આવે છે નવદંપતી

Panchmahal News : પંચમહાલ જિલ્લાના આ માતાજીના મંદિરની શું છે કહાણી? શા માટે અહીંયા મીંઢોળ છોડવા માટે આવે છે નવદંપતી

     શિવમ પુરોહિત, પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં ગોધરા (Godhra) ખાતે અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલું ઐતિહાસિક (historical) મહત્વ ધરાવતું બહિરાણી માતાનું મંદિર (bahirani mata temple) નવ દંપતીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે નવદંપતી પોતાની જોડું અતુટ રાખવા માટે માતાજી સમક્ષ લગ્નના મીંઢળ છોડવા માટે આવતા હોય છે. પરંતુ એવું શા માટે છે? પાછળનો ઇતિહાસ શું છે? તેના વિશે ગોધરાના રહેવાસી સંજીવ દ્વારા એક રસપ્રદ કહાની લોકો સમક્ષ રજૂ કરવામાં આવી, જેના વિશે આવો આપણે આજે જાણીએ.

    સંજીવ દ્વારા જણાવવામાં આવ્યું કે અહીંયા જોવા મળતી માતાજી ની પ્રતિમા તેને બહિરાણી માતા તરીકે ઓળખવામાં આવે છે. જેના વિશે એવું કહેવામાં આવે છે કે આ માતાજી મહેલોલના માતાજી તરીકે પણ ઓળખાય છે. એની પાછળની કહાની એવી છે કે મહેલો જ્યારે જૂના સમયમાં રાજ્ય હતું ત્યારે ત્યાંના રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા શિકાર દરમિયાન રાજાને એક સુંદર સ્ત્રી ના દર્શન થયા અને રાજાએ તે સ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. પરંતુ તે સ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું કે તે દેવંશ છે તેથી તે મનુષ્ય સાથે પરણી શકે નહીં. પરંતુ રાજા એકનો બે ન થયો અને તેણે કહ્યું કે હું રાજા છું હું કંઈ પણ કરી શકું છું.

    તેથી તે સ્ત્રીએ એક શરત મૂકી કે જે દિવસે મહેલોલ ના લોકો ને મારા વિશે જાણ થશે એ દિવસે હું પાછી જંગલમાં ચાલી આવીશ. જે શરત રાજાએ માન્ય રાખી અને જંગલ માંથી પોતાના રાજ્ય તરફ જવા માટે તેઓ નીકળી ગયા. જેવા તેઓએ મહેલોલ માં પ્રવેશ કર્યો ત્યારે જ માતા ના સ્વરૂપમાં આવેલી તે સુંદર સ્ત્રીએ એક માયાજાળ રચ્યું અને પછી શું થયું તે જાણવા માટે જોઈએ વિડિયો.....
    Published by:Jay Mishra
    First published:

    Tags: ગુજરાતી સમાચાર, પંચમહાલ, પંચમહાલ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन